ઉજવણી:દેવ દિવાળી-ગુરુનાનક જયંતીની ભક્તિસભર માહોલમાં ઉજવણી

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કસક અને લુવારા સ્થિત ગુરુદ્વારામાં શીખ બંધુઓએ પ્રાર્થના કરી : દેવ દિવાળીએ મંદિરોમાં પૂજા-અર્ચના

ભરૂચ અને નર્મદા જિલ્લામાં દેવદિવાળી અને ગુરૂનાનક જયંતિ નિમિત્તે વાતાવરણ ભકિતરંગથી રંગાઇ ગયું હતું. શીખ સમાજના લોકોએ ગુરૂદ્વારા ખાતે ગુરૂ નાનકજીના દર્શન કર્યાં હતાં. જયારે કારતકી પૂર્ણિમા હોવાથી મંદિરોમાં પણ લોકોની ભારે ભીડ જામી હતી. દિવાળી બાદ લોકોએ દેવ દીવાળીની પણ હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. દેવ દિવાળી ટાણે પણ ફટાકડાઓની ગુંજ અને રંગબેરંગી આતશબાજીથી દિવાળી જેવો માહોલ ખડો થયો હતો.

કારતકી પૂર્ણિમા અને દેવદિવાળી નિમિત્તે મંદિરોને કલાત્મક રોશનીથી શણગારવામાં આવ્યાં હતાં. વહેલી સવારથી લોકોએ મંદિરોમાં જઇને પ્રભુના દર્શન કર્યાં હતાં. આજે ગુરૂનાનક જયંતિ હોવાથી શીખ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના કસક સ્થિત ગુરૂદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શીખ સમાજના લોકોએ ગુરૂનાનકજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. તદુપરાંત નેશનલ હાઇવે પર લુવારા ગામે આવેલાં ગુરૂદ્વારા ખાતે પણ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. પાવન અવસરે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...