વિકાસકાર્ય:ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા પાર્થ નગરમાં સીસી રોડનું લોકાર્પણ કરાયું

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરાજ ગામથી શેરપુરા ગામને જોડતો માર્ગનું ખાતમુહૂર્ત પણ કરાયું

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા પાર્થ નગર ખાતે મુખ્યમંત્રી ગ્રામ સંપર્ક યોજના અંતર્ગત નિર્માણ પામેલ સીસી રોડનું નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રીબીન કટિંગ કરી રોડ લોકાર્પણ કરાયું હતું.

ભરુચ તાલુકાના ભોલાવ ગામમાં આવેલ પાર્થ નગરમાં માર્ગ અત્યંત બિસમાર બનતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જે માર્ગ અંગે રહીશોએ જિલ્લા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ગ્રામ સંપર્ક યોજના અંતર્ગત રૂપિયા 25 લાખની ગ્રાંટ મંજૂર કરવામાં આવી હતી. જેમાં 445 મીટર લંબાઈ ધરાવતા માર્ગનું આજરોજ નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રીબીન કટિંગ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીઅને ગામના સરપંચ સહિત રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ભરૂચ તાલુકાના ઉમરાજ ગામથી શેરપુરા ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે જે માર્ગ અંગે સ્થાનિકોએ ઉમરાજ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી જે રજૂઆતને લઈ મુખ્યમંત્રી ગ્રામ સંપર્ક યોજના અંતર્ગત રૂપિયા 80 લાખના ખર્ચે 2700 મીટર લંબાઈ ધરાવતો માર્ગ મંજૂર કરવામાં આવ્યો છે. જે માર્ગનું આજરોજ વિધાનસભાના નાયબ ઉપ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,આગેવાન અનિલ રાણા સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...