તસ્કરોનો આતંક:અંકલેશ્વરના અડોલમાં રહેણાંક મકાનમાંથી રોકડ અને 15 તોલા સોનું ચોરી અજાણ્યા શખ્સો ફરાર

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો રોકડા રૂપિયા 15 હજાર અને 15 તોલા સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર
  • અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના નવી નગરી ફળિયામાં તસ્કરો એક મકાનને નિશાન બનાવી 15 તોલા સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા 15 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના નવી નગરી ફળિયામાં રહેતાં અંકિતાબેન અલ્પેશ પટેલના પતિ આજે શુક્રવારના રોજ વહેલી સવારે ફર્સ્ટ શિફ્ટમાં નોકરી પર જવા નીકળ્યા હતા. જેના બાદ તેઓ પોતાના ઘરના દરવાજાને તાળું મારી ઉપરના માળે બાળકો સાથે સુવા ગયા હતા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલા 15 તોલા સોનાના ઘરેણાં અને ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 15 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...