છેતરપીંડી:બોગસ PSIનું કારસ્તાન, વધુ 4 જણા પાસેથી 61 હજાર પડાવ્યાં

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ, આમોદ અને જંબુસર પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદો નોંધાઇ

એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકેની ઓળખ આપી રૂપિયા પડાવનાર છોટાઉદેપુરના પાવી જેતપુરનો વતની નુરમોહંમદ ફતેમોહમદ મલેકના એક પછી એક વધુ કારસ્તાનોની વિગતો સામે આવી રહી છે. ભરૂચ તાલુકાના સરનાર, આમોદના વાતરસા કોઠી તેમજ જંબુસરની પ્રિતમ સોસાયટીના શખ્સને છેતર્યાં હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચ તાલકાના સરનાડ ગામે ખડકી ફળિયામાં રહેતાં ગુલામહુસેન હસનમુસા બાપુુએ ફરિયાદ નોંધાવી હતી કે, 9મી ઓગષ્ટે તેઓ કામ અર્થે તેમના ઘરે સોનેરી મહેલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકેની ઓળખ આપી આવેલાં શખ્સે તેની પુત્રીના લગ્ન હોઇ કબાટ લેવા માટે તમારી મદદની જરૂર છે તેમ કહતાં તેમણે 20 હજાર આપ્યાં હતાં.

બીજા બનાવમાં આમોદના વાતરસા કોઠી ગામના ઉવેશ હાફેઝ ઇલ્યાસ મુસા ચટીએ ફરિયાદ નોંધાવી હતી કે, બે મહિના પહેલાં તેઓ ઘરે હતાં ત્યારે સ્કૂટી પર ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેરીીને આવેલાં એક શખ્સે પોતાની ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ શેખ તરીકેની ઓળખ આપી હતી. તેમજ તેની ભાણકી બિમાર હોઇ ઓપરેશન માટે શિશી સુંઘાડવા 13 હજારની જરૂરિયાત છે તેમ કહીં વાતોમાં ભોળવી તેમની પાસેથી 9 હજાર લઇ ફરાર થઇ ગયો હતો. અન્ય એક બનાવમાં જંબુસરના પ્રિતમ પાર્ક ખાતે રહેતાં અનેે મદ્રેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતાં અબ્દુલ સત્તાર અહમદ પટેલ પાસે મે મહિનામાં એક શખ્સ આવ્યો હતો. જેણે પોતાની ઓળખ પીએસઆઇ તરીકે આપી તેની પુત્રી બિમાર હોવાનું કહીં તેમની પાસેથી 12,500 તેમજ અન્ય મૌલવી ઇસ્માઇલ મુસા અદા પાસેથી 20 હજાર રૂપિયા પડાવી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...