વર્લ્ડ ફોટોગ્રાફી ડે:ભરૂચની ઓળખ એવા ગોલ્ડનબ્રિજ, કેબલ બ્રિજ અને નર્મદા નદીની મનમોહક તસ્વીરો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માં રેવાની શાંતિ અને ભારોભાર પ્રાકૃતિક સૌંદર્યની પણ તસ્વીર

એક તસ્વીર હજાર શબ્દોથી પણ વધુ કહી જાય છે. કોઈ તસ્વીર હસાવી દે તો કોઈ તસ્વીર રડાવી દે. કારણ કે ફોટોગ્રાફીમાં વાસ્તવિકતા એટલે સૂક્ષ્મ હોય છે કે તે વાસ્તવિકતા કરતા પણ વધુ વાસ્તવિક લાગે છે.

આસપાસની તમામ વસ્તુઓ સુંદર લાગવા માંડે જ્યારે તેને કચકડે કંડારવાની કળા આવડી જાય. આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ભરૂચના એક ફોટો ગ્રાફર ઋત્વિક પટેલ દ્વારા ભરૂચની ઓળખ એવા ગોલ્ડનબ્રિજ, કેબલ બ્રિજ, નર્મદા નદીની આકર્ષક તસ્વીરો લીધી છે. જે મનમોહક લાગી રહી છે.

માં રેવાની શાંતિ અને ભારોભાર પ્રાકૃતિક સૌંદર્ય આ તસ્વીર દર્શાવી રહી છે. આ ઉપરાંત નર્મદા નદી ઉપર નિર્માણ પામેલા કેબલ સ્ટેઇન્ડ બ્રિજની સાથે પુનમના ચંદ્રમાની અલભ્ય તસ્વીર પણ મન ને શીતળતા આપી જાય છે. ભરૂચના હાઇવે પર નિર્માણ પામેલ સ્વામિનારાયણ મંદિર નો નાઈટ ફોટો પણ ફોટોગ્રાફરની કસબના દર્શન કરવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...