કોરોના ખતમ ?:અંકલેશ્વરમાં ફોર્મ ભરવા આવેલા ઉમેદવારો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ વિના બિન્દાસ્ત ફરતા જોવા મળ્યા

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ભવન ખાતે ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો
  • કેટલાક લોકોએ માસ્ક મોઢાને બદલે ગળા પર માસ્ક લટકાવી ફરતા જોવા મળ્યા
  • કેટલાક ઉમેદવારો અને તેમના ટેકેદારો માસ્ક વિના જ જોવા મળ્યા
  • તંત્ર ઉમેદવારોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવે એ જરૂરી

હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ જિલ્લાની વિવિધ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ભવન ખાતે ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ત્યારે અંકલેશ્વરના તાલુકા પંચાયત ભવન અને તાલુકા સેવા સદનની કચેરી ખાતે ચૂંટણી માટે ફોર્મ ભરવા આવેલા ઉમેદવારો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ વિના બિન્દાસ્ત ફરતા જોવા મળ્યા હતા

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની દસ્તક વચ્ચે વાલિયા તાલુકાનાં એક જ પરિવારના પાંચ સભ્યો વૈષ્ણોદેવી દર્શન કરી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત થયા હતા. તેઓ કરા ગામે પ્રસાદ વિતરણ કરવા ગયા હતા, જ્યાં અન્ય 7 લોકોને પણ કોરોનાગ્રસ્ત કરી દીધા હતા. આ ઘટના હજી હમણાં જ બની હોવા છતાં ઉમેદવારી પત્ર ભરવા આવતા લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વિના બિન્દાસ્ત ફરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

અંકલેશ્વરના તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત ભવન ખાતે ઉમેદવારી પત્ર ભરવા આવતા લોકો લાપરવાહ જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ માસ્ક મોઢાને બદલે ગળા પર માસ્ક લટકાવી ફરતા જોવા મળ્યા હતા. જ્યારે કેટલાક ઉમેદવારો અને તેમના ટેકેદારો માસ્ક વિના જ જોવા મળ્યા હતા. આ લાપરવાહીને કારણે કોરોના વાઇરસ વધુ વકરવાની સંભાવના સેવાઇ રહી છે, ત્યારે તંત્ર ઉમેદવારોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...