તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વારાજની ચૂંટણી:ઉમેદવારોને રોચક ચિન્હો ફાળવાયાં; ઉમેદવારોને ટ્રક, બ્રશ, કચરા પેટી, લાઇટર, ભુંગળા વગાડતો માણસના પ્રતિક અપાયા

ભરૂચ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મતદારો પોતાના ઉમેદવારોને મત આપવામાં ગફલત ન કરે તે માટે ચિન્હો અપાય છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતની પ્રથમ ચૂંટણી વર્ષ 1951-52માં યોજાઇ હતી. અંગ્રેજોના સાશનમાંથી આઝાદ થયેલાં ભારતની પ્રથમ ચૂંટણીના સમયે મોટાભાગના મતદારો નિરક્ષર હતાં. જેથી જો મતદાન કરતી વેળાં તેઓ ઉમેદવારોના નામો વાંચી સમજી ન શકે તેમ હોઇ તેઓ તેમના પસંદગીના ઉમેદવારનું નામ જાણી શકે તે ઉપરાંત કેટલીંકવાર એક જ નામના બે કે તેથી વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા થાય તો તેમ માટે ઉમેદવારોને ચોક્કસ પ્રતિક(ચિન્હો) ફાળવવામાં આવ્યાં હતાં. જેથી તેના આધારે ઉમેદવારોને મત આપતાં હતાં.

ચૂંટણી પંચમાં નોંધાયેલી વિવિધ રાષ્ટ્રીય પક્ષો અને રાજ્ય કક્ષાના પક્ષોએ પોતાના અલાયદા ચિન્હો નક્કી કર્યાં છે. ત્યારે કેટલાંક લોકો કોઇપણ પાર્ટીના બેનર વિના જ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવતાં હોય છે. ત્યારે તેમને પણ વિવિધ ચિન્હોની ફાળવણી કરવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા કેટલાંક ચીજ-વસ્તુઓને ચૂંટણી ચિન્હ તરીક પસંદ કરતું હોય છે. જેમાંથી અપક્ષ ઉમેદવારોને તેમની પસંદગી મુજબ ચિન્હ ફાળવવામાં આવતાં હોય છે. કેટલીકવાર ઉમેદવારોના ચિન્હો આશ્ચર્ય પમાડે તેવા હોય છે. જેમ કે, ટ્રક, બ્રશ, કચરા પેટી, લાઇટર, ભુંગળા વગાડતો માણસ સહિતના ચિન્હો આ વખતની ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફાળવવામાં આવ્યાં છે. ચૂંટણીના દિવસે હવે મતદારો તેમના માનીતા ઉમેદવારોના ચિન્હો પર બટન દબાવશે.

કયાં કયાં ચિન્હો ફળવાયાં છે
ભાજપના કમળ, કોંગ્રેસનો પંજો અને બીટીપીના અનાજ દળવાની ઘંટી સિવાય અન્ય ચિન્હો જોઇએ તો ટીવી રિમોટ, એન્ટેના, ટાઇપ રાઇટર, સોફા, પ્રેશર કુકર, ટ્રક, કિટલી, ફૂટબોલ, ઘડો, સફરજન, પાણીની ટાંકી, ખલ, ગેસ સ્ટવ, ભુંગળા વગાડતો માણસ, માચીસ બોક્ષ, વહાણ(જહાજ), સિવવાનો સંચો, સ્ટમ્પ, કાચનો ગ્લાસ, એરકન્ડિશનર,કડાઇ, બ્રશ, કચરા પેટી, લાઇટર, અલમારી, ઇસ્ત્રી, દુરબીન, હાથલાકડી સહિતના ચિન્હો ઉમેદવારોને ફળવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો