તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારોની ભીડ જામી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ભરૂચ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉત્સાહના ઉન્માદમાં ઉમેદવારોએ કોવિડ-19ની ગાઈડ લાઇનનું પાલન ન કર્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટમી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. અંતિમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં વિવિધ પક્ષના ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરવા માટે પહોંચી રહ્યાં છે. જેના કારણે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે પહોંચેલા ઉમેદવારોની ભીડ જામવાથી સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ આજે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હતી. હવે તા. 15 ના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. આજે ભરુચ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો હતો. ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા.

ભરુચ જિલ્લામાં હાલમાં કોરોનાના એક કે બે કેસ નોંધાઈ રહ્યા છે અને કોરોના વિદાય લઈ રહ્યો છે તે અલગ બાબત છે પરંતુ ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડ લાઇનનું પણ અમલ કરવામાં આવ્યું ન હતું. ભારે ભીડ વચ્ચે ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્ર ભર્યા હતા. અને કલેક્ટર કચેરીની બહાર તો મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો