આંદોલનના માર્ગે:દહેજની પેટ્રોનેટ એલએનજી કંપની સામે લેન્ડલુઝરો આંદોલનના માર્ગે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો કંપની કાયમી નોકરી નહિ આપે તો આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી

દહેજમાં આવેલી પેટ્રોનેટ એલએનજી કંપની દ્વારા જમીન વિહોણા લેન્ડ લુઝરોને કાયમી નહિ કરવામાં આવતા કામદારોએ કંપનીના ગેટ પર આંદોલન કરી રહયા છે.જો આ અંગે કંપની દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો લેન્ડ લુઝરોએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

પેટ્રોનેટ એલએનજી કંપનીમાં દહેજ અને લખીગામના ખેડૂતોએ પોતાની જમીન આપી હતી. જેમાં આ બંને ગામના કુલ 9 લેન્ડ લુઝરો 6થી 7 વર્ષથી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવે છે.પરંતુ કંપની તરફથી આજ દિન સુધી તેમને કાયમી નહિ કરવામાં આવતા લેન્ડ લુઝારોમાં આક્રોશ ફેલાયો છે.જેના વિરોધમાં લેન્ડ લુઝરોએ કાળીપટ્ટી ધારણ કરીને કંપનીના ગેટ ઉપર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પર ઉતર્યા છે. લેન્ડ લુઝરોએ જણાવ્યું હતું કે, 6 થી 7 વર્ષથી કામગીરી કરતા હોવ છતાંય પણ અમને કાયમી કરવામાં નથી આવી રહ્યા જેના કારણે અમારે ભારે તકલીફો વેઠવી પડે છે.

જો કંપની યોગ્ય કાર્યાવાહી નહિ કરે તો કંપનીના ગેટ પર આત્મ વિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.જોકે કંપની પાંચ લેન્ડ લુઝરોને કાયમી ધોરણે લેવાનું કહે છે પરંતુ આટલા વર્ષો વીત્યા હોવા છતાંય આઇટીઆઈ કરવાની ફરજ પાડી રહ્યાં છે. આગેવાન સુલેમાન પટેલે કર્મચારીઓની મુલાકાત લઇ તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...