પેટાચૂંટણી:ભરૂચ પાલિકાના વોર્ડ-10ની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજાશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બેઠકના કોંગ્રેસના મહિલા સભ્ય કોરોનાથી મૃત્યુ પામ્યા હતા
  • રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 3જી ઓકટોમ્બરે પેટા ચૂંટણી યોજાશે

ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ભરૂચ નગરપાલિકામાં 28 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવી હતી.જેની મતદાન ગણતરી 2 માર્ચના રોજ યોજાઈ હતી. જેમાં ભરૂચ નગરપાલિકામાં ભાજપે-31 બેઠકો,કોંગ્રેસે-11 બેઠકો,AIMIM 01 અને અપક્ષ-01 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.જેમાં વોર્ડ-10 ના કોંગ્રેસના મહિલા સભ્ય અસ્મા ઇકબાલ શેખએ સૌથી વધુ 4319 મત મેળવીને વિજેતા થયા હતા.પરંતુ જિલ્લામાં આવેલી કોરોનાની બીજી લહેરમાં અસ્માબેનને કોરોનાએ ચપેટમાં લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.જેથી તેમની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી આગામી 3 જી ઓક્ટોબર 2021 ના રોજ યોજાનાર છે.જે અંગે ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર હોય અને ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 21 મી સપ્ટેમ્બર રાખવામાં આવી છે.જોકે પ્રાંત કચેરીમાંથી ત્રણથી ચાર ફોર્મ લઇ જવામાં આવ્યા છે પરંતુ આજદિન સુધી એક પણ ફોર્મ ભરવામાં આવ્યું નથી.જોકે આવતી કાલે છેલ્લી તરીખે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારના ફોર્મ ભરે તેવું જણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...