ચાઈનીઝ દોરીથી બચવા દેશી ઈલાજ:ભરૂચમાંં પતંગની દોરીથી બચવા માટે સેફટી સ્ટેન્ડનું ધૂમ વેચાણ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરમાં ઉત્તરાયણ પર્વને લઇ પતંગની દોરીથી બચવા માટે સેફટી સ્ટેન્ડનું જાહેર માર્ગ ઉપર વેચાણ કરતા ફેરિયાઓ નજરે પડી રહ્યા છે.

દર વર્ષે ઉત્તરાયણ પર્વ પહેલા પતંગના ધારદાર દોરીથી વાહન ચાલકોના ગળા કપાતા હોવાની ઘટનાઓ સામે આવી છે જેને પગલે ટુવ્હીલર ચાલકોને રક્ષણ મળે તે માટે કેટલાક વાહન ચાલકો જાહેર માર્ગની બાજુમાં વેચતા મળતા સેફટી સ્ટેન્ડ ગાડી ઉપર ફિર કરાવતા થયા છે છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં જાગૃતિ આવતા ઉત્તરાયણ પર્વ પહેલા ટુવ્હીલર ચાલકો સેફટી સ્ટેન્ડ લગાવતા થયા છે હાલ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી બચવા સળિયા લગાવી રહ્યા હોવાનું નજરે પડી રહ્યું છે આ સેફટી સ્ટેન્ડ ફીટ કરાવતા લોકોએ પતંગ ઉડાડતા લોકોને ચાઇનીઝની દોરી નહિ ઉપયોગ કરવા સાથે અન્ય વાહન ચાલકોએ ઉત્તરાયણ પર્વ સુધી ધીમે વાહનો હંકારવા અને સેફટી સ્ટેન્ડ લગાવવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...