માતાની નજર સામે બાળકીનું મોત:ભરૂચ-દહેજ બાયપાસ રોડ પાસે બસ ચાલકે બાઈક સવારોને અડફેટે લેતા એકનું મોત, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એ ડીવીઝન પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવી મામલો શાંત પાડ્યો
  • અકસ્માતની ઘટનમાં બાઈક પર સવાર બે લોકોને ઈજા પહોંચી

ભરુચ-દહેજ બાયપાસ રોડ પર મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસના ચાલકે બાઈક સવાર દાદા-પુત્ર વધુ સહીત બાળકીને અડફેટે લીધા હતા. જેથી પાંચ વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું આ અકસ્માત અકસ્માત બાદ વિફરેલા લોકોએ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. જેને લઈ પોલીસ વિભાગ પણ દોડતું થયું હતું.

બાઈક સવારોને અડફેટે લઇ હવામાં ફંગોળ્યાં
ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત વ્યસ્ત બન્યો છે. આ માર્ગ ઉપર બેફામ દોડતા કંપનીઓના વાહનોને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ સવારના અરસામાં ભોલાવથી મહેશ હરીભાઈ પટેલ પુત્રવધૂ ડિમ્પુબેન ધર્મેશભાઈ પટેલ અને પાંચ વર્ષીય પૌત્રી ધ્યાનીને લઇ શ્રવણ ચોકડી જઈ રહ્યા હતા. તે દરમિયાન દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ સ્થિત મઢુલી સર્કલ પાસે પુરપાટ ઝડપે ધરી આવેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે બાઈક સવારોને અડફેટે લઇ તેઓને હવામાં ફંગોળી દીધા હતા.

લોકોએ સ્પીડ બ્રેકરની માગ કરી
આ અકસ્માતમાં પાંચ વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. જયારે દાદા અને માતાને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આસપાસની સોસાયટીના લોકો ગામના પૂર્વ સરપંચ, સહિત અગ્રણીઓ તેમજ રાહદારીઓ આક્રોશ સાથે ઉમટી આવ્યા હતા. રોષ ઠાલવી રસ્તા પર ઉતરી સ્પીડ બ્રેકરની માંગ સાથે વાહનોને રોકી ચક્કાજામ કરતા ભારે હંગામો મચી ગયો હતો. બનાવ અંગેની જાણ એ ડીવીઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો કરવા સાથે મામલો થાણે પાડી સ્પીડ બ્રેકર બનાવવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...