તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Newly Constructed Buildings Of Bharuch Civil Hospital Became A Headache, The Money Of The Building Constructed At The Cost Of Crores Went Into The Water

હાલાકી:ભરૂચ સિવિલ હોસ્પિટલની નવ નિર્મિત બિલ્ડીંગ માથાનો દુખાવો બની, કરોડના ખર્ચે બનેલી બિલ્ડિંગના રૂપિયા પાણીમાં ગયા

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અદ્યતન પાર્કિંગ એરિયો જ પાણીમાં ગરકાવ થયો

ભરૂચ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલની નવ નિર્મિત બિલ્ડિંગના અદ્યતન પાર્કિંગમાં ઝરણાનું પાણી ભરાઈ રહેવાને કારણે મોટી હોનારતની શક્યતા વર્તાઇ રહી હોવાની બૂમો ઉઠવા પામી છે.

હોસ્પિટલના અદ્યતન પાર્કિંગ એરિયામાં પાણી ભરાયું

ભરૂચ જિલ્લાના નવ તાલુકાના લોકો માટે આશિર્વાદ રૂપી ભરૂચમાં એકમાત્ર સરકારી હોસ્પિટલ આવેલી છે. તાજેતરમાં કરોડાના ખર્ચે સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જ્યાં વિવિધ રોગો સહિત કોવિડ વોર્ડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી હોસ્પિટલના અદ્યતન પાર્કિંગ એરિયામાં ઝરણાનું પાણી ભરાઈ રહેવાના દ્રશ્યો સામે આવ્યા છે.

બિલ્ડિંગ ધસી પડે તેવી શક્યતા વર્તાઇ છે

પાર્કિંગ એરિયામાં સરોવર જેવા દ્ર્શ્યોને પગલે વાહનો ક્યાં પાર્ક કરવા તેવી દુવિધા સતાવી રહી છે. ત્યારે આજ બિલ્ડિંગ ઉપર વધુ પાંચ માળની ઈમારતનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેને પગલે બિલ્ડિંગ ધસી પડે તેવી શક્યતા વર્તાઇ છે. ત્યારે વહીવટી તંત્ર મોટી હોનારત સર્જાય તે પહેલા જ યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.

બે રોક ટોક પણે વધુ નવું બાંધકામ થઈ રહ્યું છે

ભરૂચના RTI એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક ધવલ કનોજીયાએ આ સમસ્યા અંગે જણાવ્યું હતું કે સરકારે માત્ર 1 રૂપિયાના ટોકનથી 99 વર્ષેના ભાડા પટ્ટે ભરૂચ સિવિલ હોસ્પિટલને ખાનગી સંસ્થાને સંચાલન માટે સોંપી દીધી છે. જે બાદ તમામ નીતિ નિયમોને નેવે મૂકી બાંધકામ પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. અને આ અંગે સ્થાનિક પ્રશાસન તથા ધારાસભ્યને રજૂઆતો કરવા છતાં બે રોક ટોક પણે વધુ નવું બાંધકામ થઈ રહ્યું છે. જ્યારે ઇમારતના પાયામાં જ ઝરણુ ફૂટતું હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાવવાનો ભય સતત તોળાતો રહે છે. આ અંગે યોગ્ય નિકાલ સમયસર આવે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...