ધડાકાભેર મકાન તૂટી પડ્યાં:જંબુસર તાલુકાના બે અલગ-અલગ વિસ્તારોમાં મકાન ધરાશાયી થતા નાસભાગ મચી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બે અગલ-અગલ સ્થળોએ બે મકાનો ધરાશાયી થવાની ઘટના બની હતી. જંબુસરમાં આવેલા જુમ્મા મસ્જિદ વિસ્તારમાં એક મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું. તેમજ કોરા ગામે પણ એક મકાન ધરાશાયી થયું હતું. જોકે, બન્ને ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો.
મોટી દુર્ઘટના ટળી
ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મકાનો, દીવાલો તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે જંબુસરમાં આવેલી જુમ્મા મસ્જિદ વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ હુસૈન સૈયદનું બે માળનું મકાન આજરોજ એકાએક ધડાકાભેર તૂટી પડ્યું હતું. મકાન ધરાશાયીની ઘટનાને પગલે વિસ્તારમાં નાસભાગ મચી હતી. જોકે, પરિવાર પાછળના ભાગે હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
મકાન માલિકોને ભારે નુકસાન થયું
આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જયારે અન્ય મકાન ધરાશાયી થવાની ઘટના કોરા ગામની નવી નગરી વિસ્તારમાં બની છે. જ્યાં છત ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો. આ બંને ઘટનાઓમાં મકાન માલિકોને ભારે નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...