તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભામાં રૂપિયા 98 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 1.50 કરોડ ફાળવવામાં આવ્યા
 • અન્ય 65 કામોને પણ મંજૂરી આપવામાં આવી

કોરોના કાળ વચ્ચે અંકલેશ્વર પાલિકાના ઇતિહાસનું સૌથી મોટું બજેટ મજુર કરવામાં આવ્યું છે. 98.26 કરોડ રૂપિયા વાર્ષિક આવક ના અંદાજ સાથે 85.69 અંદાજિત ખર્ચ સાથે 12.56 કરોડની પુરાંત વાળું બજેટ રજુ કરાયું છે. પ્રથમ વખત પાલિકા સભા રાષ્ટ્રગાન થી શરૂઆત કરી રાષ્ટ્રગીત વચ્ચે સંપન્ન કરાયા હતી.વિપક્ષ દ્વારા બજેટ આંકડાની માયાજાળ છે. આવક નો કોઈ સોર્સ નહિ અને જાવકનો અંદાજ લગાવામાં આવ્યો હોવાનો સુર વ્યક્ત કર્યો હતો તેમજ સામે ફાયર સ્ટેશન દારૂડિયાઓનો અડ્ડો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જે આક્ષેપનું ખંડન કરતા પાલિકા સત્તા પક્ષ જો પુરાવા હોય તો તેવો જાતેજ કેમ ના ઉઘાડું પાડ્યું ? તેવો વળતો સવાલ હતો.

કોરોના કાળ વચ્ચે અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે વાર્ષિક બજેટ સત્ર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ અને ચીફ ઓફિસર કેશવલાલ ફુલડીયાની અધ્યક્ષતા માં યોજવામાં આવી હતી. સભા ની શરૂઆત વંદેમાતરમ રાષ્ટ્રગાન થી કરવામાં આવી હતી. કુલ 66 જેટલા એજન્ડા સાથે યોજવામાં આવેલ બજેટ સભામાં પાલિકા પ્રમુખે બજેટ વર્ષ 21-22 માં ઉઘડતી સિલ્ક 31. કરોડ દર્શાવી હતી અને અંદાજિત વિવિધ ગ્રાન્ટ તેમજ પાલિકાના વેરા વસુલાત સહીત અન્ય આવક સાથે વાર્ષિક 67.24 કરોડ ની આવકનો અંદાજ મૂકી વાર્ષિક 98.26 કરોડનું પુરાંત યુક્ત બજેટ રજુ કર્યું હતું. જેમાં વાર્ષિક 85.69 કરોડનો ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો હતો અને વર્ષ ના અંતે 12.56 કરોડ ની સિલ્ક સાથે પુરાંત ( ખાદ્ય) દર્શાવમાં આવી હતી.

બજેટમાં બાંધકામ વિભાગમાં 20.53 કરોડ ની જોગવાય, વોટર વર્કસમાં 7.16 કરોડ ની જોગવાય, ડ્રેનેજ વિભાગ માં 4.45 લાખ ની જોગવાય, સેનીટેશન અને આરોગ્ય માં 7.08 કરોડ ની જોગવાય, લાઈટ માં 1.27 કરોડ ની જોગવાય, ફાયર માં 1.29 કરોડ ની જોગવાય, ગાર્ડન માં 43..80 લાખ ની જોગવાય, હોસ્પિટલ અને મેટરનિટી માટે 26.80 લાખ ની જોગવાય, વહીવટી વિભાગ માં 3.84 કરોડ ની જોગવાય, સ્વર્ણિમ જ્યંતી યોજના માં 12 કરોડ ની જોગવાય , જિલ્લા સમાજ કલ્યાણ અધિકાર અને વિકાસ જાણતી ગ્રાન્ટ માટે 14.51 કરોડની જોગવાય , સહીત પગાર ભથ્થા અને અન્ય ખર્ચ સાથે કુલ 98.26 કરોડની આવક સાથે 85.69કરોડનો ખર્ચનો અંદાજ મૂકી 12.56 કરોડનું બજેટ વધુ મતે મંજુર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ના કામો વધુ તેમજ કેટલાક કામો સર્વાનુમતે મજુર કરવામાં આવ્યા હતા. અને સભાનું પુર્ણાહુતી રાષ્ટ્રીયગીત કરવામાં આવી હતી.

બજેટમાં પર્યાવરણના જતન માટે 1.50 કરોડ જોગવાય, 25 લાખ બોક્સિંગ ડ્રેનેજ માટે ફાળવ્યા
બજેટ માં કુલ 98.26 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 85.69 કરોડ ના ખર્ચ સાથે 12.56 કરોડ ની પુરાંત સાથે બજેટ વધુ મતે મજુર કરવામાં આવ્યું છે. બજેટ માં સવિશેષ શહેર ના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય અને પર્યાવરણનું જતન થયા તે માટે 1.50 કરોડ ની અલગ જોગવાય કરવામાં આવી છે. તેમજ સ્લમ વિસ્તારમાં ઓપન ડ્રેનેજ ને બંધ કરવા માટે અલગ થી 25 લાખ ની બોક્સિંગ ડ્રેનેજ માટે જોગવાય કરવામાં આવી છે.

બજેટ બાદ વિપક્ષએ જે ફાયર કર્મચારીઓ બાબતે ટિપ્પણી કરી છે તે બાબત એટલુંજ કહીશ કે જો તેમની પાસે પુરાવા હતા તો જેતે સમયે કેમ તેવો ઉઘાડા ના પાડી ચૂપ રહ્યા ? આવી કોઈપણ ફરિયાદ હશે તો ન્યાયિક તપાસ સાથે પાલિકા સત્તાપક્ષ એક્શન લેતા ખચકાશે નથી. > વિનય વસાવા, પ્રમુખ, નગરપાલિકા, અંકલેશ્વર

ચૂંટણી બાદ આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેનો રાષ્ટ્રગીતના ગાન સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં વર્ષ 2021-22નું રૂપિયા 98 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

જેમાં વિકાસના વિવિધ કામોને આવરી લેવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 1.50 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય 65 કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં મંજૂર થયેલ બજેટ સર્વાંગી વિકાસવાળું હોવાનો સત્તાપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે તો આ તરફ વિપક્ષ કોંગ્રેસનાં સભ્યોએ બજેટને દિવસે સપના બતાવનારું ગણાવ્યું હતું અને નગરપાલિકાને આવક થસે ક્યાંથી એ સહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

બજેટ આંકડાની માયાજાળ છે
બજેટમાં જે ખર્ચ અને અવાક દર્શાવી છે. તે માત્ર આંકડા ની માયાજાળ છે. આવક નો કોઈ મક્કમ સોર્સ નથી અને તેની સામે જાવક નો ખર્ચ દર્શાવ્યો છે. પાલિકા કોઈ આટલી મોટી આવક નથી. પાણી, વીજળી સહિત નું ચુકવણું બાકી છે ત્યારે ખર્ચ અને આવક નો અંદાજ ભ્રામક છે. કર્મચારીઓ ભરતી થતી નથી ફાયર વિભાગ માં દારૂ ની મહેફિલ યોજાય છે. પાલિકા આ બજેટમાં વિપક્ષની દરખાસ્ત પણના મંજુર કરી છે 30+1 આ બહુમત સામે આમે 5 વિપક્ષ સભ્ય અવાજ ઉઠાવી છે. પ્રજા ચૂપ છે. તેવો હવે જાગી અવાજ ઉઠાવે તેવી માગ છે. વિપક્ષ સભ્ય જહાંગીરખાન પઠાણ અને રફીક ઝગડિયાવાલાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો