ફરિયાદ:મોસ્કુવા ગામ પાસે વાહનની ટક્કરથી BSF જવાનનું મોત

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાન ઉમરપાડા તાલુકાના સૂતખડકા ગામના વતની
  • વાહનચાલક વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસમાં ફરિયાદ

બોર્ડર સીકરયુરિટી ફોર્સમાં પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સુતખડકા ગામના વતની મનસુખ દિવાસીયા વસાવા કોઈ કામ અર્થે ડેડીયાપાડા થી નેત્રંગ રોડ ઉપર પોતાની મોટર સાઇકલ લઈ ને જતા હતા. તે સમયે મોસકુવા ગામ પાસે અજાણ્યા વાહને ટકકર મારતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે ડેડીયાપાડા હોસ્પિટલ ત્યાર બાદ બારડોલી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પત્ની દ્વારા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...