તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા ભાઈ-બહેન વિવિધ સ્પર્ધામાં ઝળક્યા

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં કોલકાતા ખાતે યોજાયેલ નેશનલ ચેસ બોક્સિંગ સ્પર્ધામાં એરાપલ્લી આગમ આદિત્યએ સુવર્ણચંદ્રક મળ્યો
  • બહેન અદિતિએ શૂટિંગ સ્પર્ધામાં બ્રોઝ મેડલ હાંસલ કર્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા ચેસ બોક્સર એરાપલ્લી આગમ આદિત્ય અને તેની બહેન અદિતિએ શૂટિંગ સ્પર્ધામાં બ્રોઝ મેડલ હાંસલ કરી ભરુચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ગતતારીખ-15મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ સુધી કોલકાતા ખાતે નેશનલ ચેસ બોક્સિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જે સ્પર્ધામાં દેશભરમાંથી વિવિધ ચેસ બોકસરોએ ભાગ લીધો હતો અને સ્પર્ધામાં ગુજરાતના ત્રણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં સુરતના પ્રેમ પંડિતે, કુશલ અગ્રવાલ તેમજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા એરાપલ્લી આગમ આદિત્ય ભાગ લીધો હતો અલગ અલગ કેટેગરીમાં રમાયેલ આ સ્પર્ધામાં ત્રણેય ખિલાડીઓએ સુંદર પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક હાંસલ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ત્યારે અંકલેશ્વરના ચેસ બોક્સર એરાપલ્લી આગમ આદિત્યએ નેશનલ ચેસ બોક્સિંગમાં સુંદર દેખાવ કરી ભરુચ જિલ્લાનું રાષ્ટ્ર લેવલે નામ રોશન કરતાં પરિવારજનોએ તેને અભિનંદન પાઠવ્યા હતા આ સ્પર્ધામાં વિજેતા ત્રણેય ખેલાડીઓ ટીમનાં કોચ અને મૅનેજર અંકિત દલાલના નેતૃત્વ હેઠળ ઈટાલીમાં રમાનાર વિશ્વ ચેસ બોક્સિંગમાં પ્રતિનિધિત્વ કરશે.

એરાપલ્લી આગમ અદિતિએ તાજેતરમાં રાજકોટ ખાતે રમાયેલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને કોચ મિતલ ગોહિલ તેમજ અજય પંચાલના માર્ગ દર્શન હેઠળ સુદર દેખાવ કરી બ્રોઝ મેડલ હાંસલ કર્યો હતો આમ બંને ભાઈ-બહેને વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ભરુચ જિલ્લા અને અંકલેશ્વરનું નામ રોશન કરતાં પરિવારજનોએ તેઓને અભિનંદન પાઠવાયા છે.

અન્ય સમાચારો પણ છે...