તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સબજેલ નજીક આગ:ભરૂચના મહમદપુરા સબજેલ નજીક ખુલ્લા મેદાનમાં લાગી આગ

આગ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેદાનમાં સુકુ ઘાસ હોવાના કારણે આગ ઝડપથી ચારે બાજુ ફેલાઈ
  • ફાયર બ્રિગેડ તેમજ સબજેલના સ્ટાફે અને સ્થાનિક રહીશોએ આગને કાબુમાં લીધી

ભરૂચના મહમદપુરા વિસ્તારમાં આવેલ સબજેલ નજીક મેદાનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં આજુબાજુના રહીશોમાં ભાગદોડ મચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

ભરૂચ સબજેલની ચારે બાજુ ખુલ્લું મેદાન આવેલુ છે. આ મેદાનમાં ચોમાસામાં ઉગેલું ઘાસ સુકાઇને ત્યાંજ પડી રહેતું હોય છે. જેમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી, જેના પગલે અફરા તફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. મેદાનમાં વધારે માત્રામાં સુકુ ઘાસ હોવાના પગલે આગ ઝડપથી ચારે બાજુ ફેલાઈ ગઈ હતી અને દૂર દૂર સુધી ધૂમાડા ગોટા દેખાઈ રહ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં ભાગદોડ મચી હતી.

ઘટનાની જાણ થતાં રાતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે આવી ગઇ હતી અને આગ પર પાણીનો મારે ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડ અને સબજેલના સ્ટાફે ભેગા મળી આગને કાબુમાં લેતા સ્થાનિકોએ હાશકારો હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો