તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારમાં આગ:હાંસોટ તાલુકાના મોઠીયા ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી, ડ્રાઇવરની સમય સુચકતાથી જીવ બચ્યો

ભરૂચ2 મહિનો પહેલા
 • કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ પકડાઈ
 • ગ્રામજનોને તાત્કાલિક ફાયર ફાઈટરને જાણ કરી

હાંસોટ તાલુકાના મોઠીયા ગામ નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ પકડાઈ જતા કારમાં સવાર લોકોના જીવ પડીકે બંધાયા હતા.

સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી

સમય સુચકતા વાપરી કારના ચાલક કારમાંથી ઉતારી ગયા હતા. અને જોત જોતામાં આગે આખી કારણે લપેટમાં લઇ લીધી હતી. બનાવની જાણ આસપાસના ગ્રામજનોને થતા તાત્કાલિક જ ફાયર ફાઈટરને જાણ કરાઈ હતી. જેના પગલે ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા. અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ ગરમીની સીઝનમાં સૂર્યનારાયણનો પ્રકોપ વધતા કાર બર્નની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો