તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશ્રય સ્થાન:શ્રીલંકાથી 3846 કિમીની ઉડાન ભરીને કાકણખાર પક્ષીઓનો ભરૂચ નર્મદા કિનારે પ્રજનન માટે પડાવ

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પક્ષીઓ દર વર્ષે ચોમાસા પૂર્વે અહીં આવી લાંબો સમય સુધી વસવાટ કરે છે

ભરૂચના ગેલાની કૂવો વિસ્તારમાં દર વર્ષે ચોમાસું શરૂ થવાના પૂર્વે શ્રીલંકાથી કાંકણખાર પક્ષીઓ 3846 કિમીની ઉડાન ભરીને પ્રજનન માટે આવે છે.આ વિસ્તારમાં ઘણા મોટા ઘટાદાર વૃક્ષો આવેલા છે. અહીંયાના વૃક્ષો વિદેશી પક્ષીઓ માટે સલામત આશ્રય સ્થાન બને છે.પક્ષીઓ ચોમાસા પહેલા આવીને માળા બનાવી ઈંડા મૂકે છે. આ શ્રીલંકાના વિદેશી પક્ષીઓ એક પ્રજાતિ છે જેને લોકો કાંકણખાર, પેંટેસ્સ્ટોકના નામથી પણ ઓળખાય છે.

આ વિસ્તારના રહીશ અને પાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું કે, આ પક્ષીઓ દરવર્ષે અહીં આવી લાંબા સમય સુધી વસવાટ કરે છે.આ પક્ષીઓને નુકસાન ન પહોંચે તેની તકેદારી પણ રાખે છે. દર વર્ષે આ પક્ષીओઓ આવે એટલે ખબર પડી જાય છે કે ચોમાસું આવાની તૈયારી છે. તેમના કોલાહલથી વાતાવરણ આલ્હાદક બની જાય છે.વહીવટી તંત્ર આ વિસ્તારમાં વધારે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ.

સરળતાથી ખોરાક મળતા આશ્રય સ્થાન બન્યું
નર્મદા કિનારે શુદ્ધ આબોહવા અને આસાનીથી મળી રહેતા ખોરાકના કારણે દર વર્ષે શ્રીલંકાથી ચોમાસા પહેલા કાંકણખાર નામના પક્ષીઓ ગેલાની કુવા વિસ્તારમાં આવે છે.-આશિષ શર્મા, વાઈલ્ડલાઈફ વોર્ડન,ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...