તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઇના ભાયખલ્લા વિસ્તારમાં રહેતો પરિવાર તેમની જીપ કમ્પાસ કારમાં રાજસ્થાન તેમના વતને જવા માટે નિકળ્યો હતો. દરમિયાન ભરૂચ હાઇવે પર આવેલી એક હોટલ પર તેઓ જમવા માટે ઉભા રહ્યાં હતાં. અરસામાં કોઇ ગઠિયાએ તેમની કારનો કાચ તોડી કારમાંથી 2.10 લાખ રૂપિયાનો સામાન ભરેલી બે બેગ તેમજ પર્સની ચોરી કરી રફુચક્કર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મુળ રાજસ્થાનના બેડા ગામના વતની અને મુંબઇના ભાયખલ્લા વિસ્તારમાં રહેતાં શ્રીપાલ જયંતીલાલ શાહ તેમની પત્ની જયાબેન, પુત્ર ઋષભ તેમજ પુત્રવધુ ધ્રુવિકા સાથે તેમની જીપ કમ્પાસ કાર લઇને તેમના વતને જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ ભરૂચ હાઇવે પર વડદલા પાસે આવેલી એક હોટલમાં રાત્રીના સમયે જમવા માટે ઉભા રહ્યાં હતાં. તેમણે ભોજન કરી પરત આવી જોતા તેમના કારનો પાછળનો કાચ તોડી કારમાંથી બે મોટા બેગ, એક હેન્ડ બેગ, એક લેડિઝ પર્સ જેમાં રોકડા રૂપિયા 1.30 લાખ તેમજ સોનાના દાગીના મળી 2.10 લાખનો મુદ્દામાલ ભરેલો સામાન કોઇ ગઠિયો ચોરી કરી ગયો હતો. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટના પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમે આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમરાના ફૂટેજ મેળવી તેના આધારે કારનો કાચ તોડી ચોરીને અંજામ આપનાર ગઠિયાઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.