તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:હાઈવે પર કેરી ભરેલી બોલેરો પિકઅપ વાન અચાનક પલ્ટી મારી, રાહદારીઓ કેરીની લૂંટ ચલાવી

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર ટ્રાફિક જામની સમસ્યા થઇ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર પી.આઇ કંપની પાસે કેરી ભરેલી બોલેરો પિકઅપ વાન અચાનક પલ્ટી મારી ગઇ હતી. જેમાં ટ્રાફિક જામની પરિસ્થિતી સર્જાઇ હતી. જેમાં કેરીનો જથ્થો રોડ પર પડ્યો હોવાની વાતની જાણ થતાં આસપાસના લોકો તથા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ કેરીની લૂંટ ચલાવી હતી. તથા પોલીસે ઘટના સ્થળ પર આવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક પૂર્વવ્રત કરવાની કવાયત હાથ ધરી

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર મુંબઈ તરફથી રાજસ્થાન કેરી ભરીને જતી પિકઅપ ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પલ્ટી ગઈ હતી હતી. જેને લઇ ગાડીમાં ભરેલો કેરીનો જથ્થો પણ રોડ પર નજરે પડ્યો હતો. બનાવને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર ટ્રાફિક જામની સમસ્યા થઇ હતી. જેની જાણ તાલુકા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક પૂર્વવ્રત કરવાની કવાયત હાથ ધરી હતી. કેરીનો જથ્થો રોડ પર પડ્યો હોવાની વાતની જાણ થતાં આસપાસના લોકો તથા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ કેરીની લૂંટ ચલાવી હતી. પોલીસે ઘટના સ્થળ પર આવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...