તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાતા દિવસની ઊજવણી:વર્લ્ડ ડોનર ડેની ઉજવણીના ભાગ રૂપે ભરૂચ સાયકલીસ્ટ ગ્રુપ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100થી વધુ સાયકલીસ્ટ ગ્રુપના મેમ્બરોએ રેડક્રોસ બેન્ક ખાતે રક્તદાન કર્યું

વર્લ્ડ ડોનર ડે નિમિત્તે ભરૂચ સાયકલીસ્ટ ગ્રુપના 150થી વધુ ગ્રુપના મેમ્બરો દ્વારા તબક્કા વાર ભરૂચ રેડક્રોસ બેંક ખાતે રક્તદાન કરવામાં આવ્યું હતું. કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને અન્ય દર્દીઓની સારવાર માટે પડતી રક્તની જરૂરીયાતની કમીના કારણે પડતી દર્દીઓની મુશ્કેલીઓથી નિજાત અપાવાના સુંદર પ્રયાસના ભાગ રૂપે ભરૂચ સાયકલીસ્ટના મેમ્બરો દ્વારા 150 યુનિટના લક્ષ્ય સાથે તબક્કા વાર સેવાશ્રમ સ્થિત આવેલી રેડક્રોસ બેંક ખાતે રક્તદાન કરવામાં આવ્યું હતું.

150 યુનિટ બ્લડ એકઠું કરી 'રક્તદાન એજ મહાદાન ' ની પ્રથાને જીવંત રાખી

આ રક્ત દાન કેમ્પમાં રેડક્રોસ બેંકના ડોક્ટર ખીલવાનીના સહયોગથી 150 યુનિટ બ્લડ એકઠું કરી 'રક્તદાન એજ મહાદાન ' ની પ્રથાને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભરૂચ સાયકલીસ્ટ ગ્રુપના મેમ્બર સંજયભાઈ બીનીવાલે, રાજવીરસિંહ ઠાકોર, દેવ વાઝા સહિત ના સભ્યોએ ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...