તંત્રના વાંકે લોકોને હાલાકી:ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર સતત ત્રણ દિવસથી અંધારપટ, ચાલકોમાં અકસ્માતની ભીતિ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજ પર મૂકવામાં આવેલી લાઇટો ત્રણ દિવસથી બંધ હોવાને પગલે ચાલકોને હાલાકી
  • તાત્કાલિક બંધ પડેલી લાઈટો ચાલુ કરાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર સતત ત્રણ દિવસથી અંધારપટ છવાતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વર-ભરૂચ વચ્ચે નિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રિજ શરૂ થયાને માંડ 6 મહિના જેટલો સમય થયો છે, ત્યારે આ બ્રિજ પર મૂકવામાં આવેલી લાઇટો સતત ત્રણ દિવસથી બંધ હોવાને પગલે ચાલકોને હાલાકી પડી રહી છે.

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર વાહનોનું ભારણ વધતાં અકસ્માતની ઘટનાઓ પણ દિનપ્રતિદિન બની રહી છે, ત્યારે આ બ્રિજ ઉપર મુકવામાં આવેલી લાઈટો સતત ત્રણ દિવસથી બંધ હોવાની બુમરાણ ઉઠી છે. અકસ્માત ઝોન તરીકે પ્રચલિત આ બ્રિજ પર લાઇટોનો અભાવ અકસ્માતોને વધુ આમંત્રણ આપી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક બંધ પડેલી લાઈટો ચાલુ કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...