તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેમડેસિવિરનો કાળો કારોબાર:ભરુચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શેઠ મેડિકલ સ્ટોર્સ નજીકથી રેમડેસિવિર ઈન્જેકશનની કાળા બજારી ઝડપાઇ

ભરૂચ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરુચ SOG પોલીસે રેમડેસિવિર ઈન્જેકશનની હેરાફેરી કરતા નર્સિંગ સ્ટાફના કર્મચારી સહિત મેડિકલ સ્ટોર સંચાલકને ઝડપી પાડ્યા
 • પોલીસે છ રેમડેસિવિર ઈન્જેકશન, બે ફોન મળી કુલ 54 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ક્યાંક બેડ, ક્યાંક ઓક્સિજન તો ક્યાંક રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઇ રહીં છે. દર્દીઓ સાથે દર્દીઓના સગાની પણ હાલત કફોડી બની છે. ત્યારે આવા કપરા સમયે પણ કેટલાક શખ્સો માનવતા નેવે મૂકી લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી કાળા બજારી કરી રહ્યાં છે. ભરુચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શેઠ મેડિકલ સ્ટોર્સ નજીકથી રેમડેસિવિર ઈન્જેકશન હેરાફેરી કરતો નર્સિંગ સ્ટાફનો કર્મી સહિત મેડિકલ સ્ટોર સંચાલક પાસેથી છ ઈન્જેકશન મળી કુલ 54 હજારથી વધુના મુદ્દામાલ સાથે બંને ઈસમોને ઝડપી લેવામાં આવ્યાં છે.

ઇન્જેક્શન-બે મોબાઇલ સાથે 54 હજારનો મુદ્દામાલ જપ્ત
ઇન્જેક્શન-બે મોબાઇલ સાથે 54 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરુચ એસ.ઓ.જી.પોલીસ મથકનો સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર મુજબના પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ભરુચ શહેરના શેરપુરા ગામ સ્થિત ચીસ્તીયા સોસાયટીમાં રહેતો અને સિટીકેર હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફનો કર્મી અરબાજ મહમદ રફીક અહમદ ગરાસિયા ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઈન્જેકશનની હેરાફેરી કરે છે અને રેમડેસિવિર ઈન્જેકશન વેચવા શેઠ મેડિકલ સ્ટોર્સ પર આવી રહ્યો છે. જેના આધારે પોલીસે શેઠ મેડિકલ સ્ટોર્સ નજીક વોચ ગોઠવી ઊભો હતો તે વેળા બાતમી વાળો ઈસમ આવતા પોલીસે તેની અટકાયત કરી હતી.

તેની તલાસી લેતા તેના પાસેથી બે રેમડેસિવિર ઈન્જેકશન મળી આવ્યા હતા પોલીસે તેની પૂછપરછ કરતાં તે શેઠ મેડિકલ સ્ટોર્સના સંચાલક ઈમરાન નાઝાયુદ્દીન શેઠને આપવા જતો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે મેડિકલ સ્ટોર પર જઈ તપાસ કરતાં ત્યાથી વધુ ચાર ઈન્જેકશન મળી આવ્યા હતા. પોલીસે મેડિકલ સ્ટોરના સંચાલક પાસે ઈન્જેકશન અંગે આધાર પૂરાવા માંગતા તેને નહીં હોવાનું જણાવ્યુ હતું પોલીસે છ ઈન્જેકશન અને બે ફોન મળી કુલ 54 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ઝડપાયેલા બંને ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સરકારી કે ખાનગી હોસ્પિટલમાં વધેલા ઇન્જેક્શનોની કાળા બજારી થાય છે
ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીને જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શનનો ડોઝ અપાતો હોય છે અને વધેલા ઇન્જેક્શન હોસ્પિટલમાં જમા કરાવવાના હોય છે. પણ હોસ્પિટલના કર્મીએ જમા ન કરાવી કાળાબજાર કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

અગાઉ પકડાયેલા ઈન્જેક્શન કોર્ટના આદેશ મુજબ સિવિલ હોસ્પિટલમાં જમા કરાવ્યા હતા
અંકલેશ્વરમાંથી અગાઉ પણ પોલીસે રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી કરતા તબીબ-સહીત બે ઈસમ પાસેથી 9 ઇન્જેક્શન ઝડપી પાડ્યા હતા.જેથી પકડાયેલા ઇન્જેક્શનો અંગે તાત્કાલિક કોર્ટની રૂબરૂ રજુઆત કરીને સદર ઇન્જેક્શનનો ઉપયોગ અન્ય દર્દીઓનો જીવ બચાવવા માટે કરી શકાયની રજુઆત કરી હતી.જેથી કોર્ટે આ ઇન્જેક્શનો તાત્કાલિક ભરૂચ સિવિલમાં જમા કરવા આદેશ આપ્યો હતો.જયારે આજ પણ પકડાયેલા 6 ઇન્જેક્શનો અંગે પણ તાત્કાલિક કોર્ટમાં રજુઆત કરીને કોર્ટના આદેશ મુજબ હોસ્પિટલમાં આપી દેવામાં આવશે. - કરણસિંહ મંડોરા,પીઆઈ,એસઓજી,ભરૂચ

અગાઉ એલસીબીની ટીમે અંકલેશ્વરથી તબીબ અને વચેટિયા પાસેથી 9 ઇન્જેક્શન કબ્જે કર્યા હતા
આ અગાઉ ગત સપ્તાહે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલીંગ દરમિયાન અંકલેશ્વરમાંથી પીએસઆઇ અને તેમની ટીમે એક તબીબ સહીત ત્રણ લોકોની ધરપકડ કરી 9 રેમડેસીવીર ઇન્જેક્શન કબ્જે કર્યા હતા. આ ટોળકી અંકલેશ્વરમાં ઇન્જેક્શન વેચવાની પેરવી દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો