તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી-AIMIM ગઠબંધનથી ગરમાવો આવ્યો છે. ગઇકાલે AIMIMના ઓવૈસીની જાહેરસભા બાદ આજે ફોર્મ ભરવાની શરૂઆત થઇ હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજી તેમના પત્તા ખોલ્યાં નથી.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે પછી નગરપાલિકામાં પોતાના ઉમેદવારો અંગે હજી બન્ને પક્ષે કોઇ જાહેરાતો કરી નથી. જોકે, સોમવારે બપોર બાદ ભાજપની સેન્સની પ્રક્રિયા વેળાં ભાજપના નવા ચહેરા તરીકે દાવેદારી કરનારા કેટલાંક લોકોને ઔપચારિક રીતે તેમનું નામ કન્ફર્મ થઇ ગઇ હોવાની જાણ કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આજે બપોર બાદ સોશિયલ મિડિયા પર સંભવિત ઉમેદવારોના નામો વાયરલ થયાં હતાં.
ભરૂચ નગરપાલિકા માટે વોર્ડ નંબર 6, 5, 4, 3 અને 7માં જૂના ઉમેદવારો કપાયાં હોવાનું અને નવા 14 ચહેરાઓ પર પસંદગી ઉતારી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જેમાં ભાજપના પાલિકા પુર્વ સભ્યો દિપક મિસ્ત્રી(મહામંત્રી), રાજેશ ચૌહાણ, હેમા શુક્લ, વિજય કોન્ટ્રાક્ટર, પ્રફુલા દુધવાલા, ભરત શાહ તેમજ સતિષ મિસ્ત્રીનું નામ કપાયું હોવાના મેસેજો વાયરલ થતાં ભાજપનું આંતરિક રાજકારણ ગરમાય તેવા એંધાણ છે. જોકે, પક્ષે પસંદગી ઉતારી હોય તેવા 14 નામોમાં ધારાસભ્ય દુષ્યંત પટેલની પેનલના ધનજી ગોહિલ( શહેર પ્રમુખ) તેમજ અમિત ચાવડાના નામો ફરતાં થયાં છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.