તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ભેંસલી ગામ નજીક ટ્રકની ટક્કરે બાઇક સવારનું મોત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંક્લેશ્વરના કાંસિયા ગામનો યુવાન દહેજ ખાતે આવેલાં એક અગરમાં કામ અર્થે ગયો હતો. જ્યાંથી બાઇક પર પરત આવતી વેળાં ભેંસલી ગામ પાસે ભુતમામાની ડેર નજીક તેમની બાઇકને એક ટ્રક ચાલકે ટક્કર મારતાં તેનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

અંક્લેશ્વર તાલુકામાં આવેલાં કાંસિયા ગામના મોદી ફળિયામાં રહેતાં નારણ બેચર પાટણવાડિયાનો પુત્ર સંજય દહેજ ખાતે આવેલાં અગરમાં ડમ્પર ચલાવતો હતો. તેની દહેજ ગયાં બાદ તેનું કામ પુર્ણ થતાં તે બાઇક પર ઘરે પરત આવવા માટે નિકળ્યો હતો. દરમિયાનમાં તે બાઇક લઇને ભેંસલી ગામ પાસે આવેલી ભુતમામાની ડેરી પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં એક ટ્રક ટેન્કરે તેની બાઇકને પાછળથી ટક્કર મારી ચકદી નાંખતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સ્થળ પર એકત્ર થયેલાં શખ્સો પૈૈકી કોઇએ સંજયના ફોનથી તેના પરિવારજનોને ઘટનાથી વાકેફ કર્યાં હતાં. ઉપરાંત મૃતકના દેહને ભરુચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હોવાનું જણાવતાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...