તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન-મત જાગૃતિ:ભરૂચના નેત્રંગ મામલતદાર કચેરી ખાતેથી મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ, પોલીસતંત્રએ કરી ફ્લેગમાર્ચ

ભરૂચ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ રેલીમાં મતદાન જાગૃતિ ફેલાવવા 80 જેટલી બાઇક સાથે 100થી વધારે શિક્ષકો જોડાયા - Divya Bhaskar
આ રેલીમાં મતદાન જાગૃતિ ફેલાવવા 80 જેટલી બાઇક સાથે 100થી વધારે શિક્ષકો જોડાયા
 • મતદાન જાગૃતિ રેલીમાં 80 જેટલી બાઈક સાથે 100 શિક્ષકોએ હાજરી આપી હતી
 • શાંતિપુર્ણ ચુંટણી સંપન્ન કરાવા પોલીસે ફ્લેગમાર્ચનું આયોજન કર્યું

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નેત્રંગ તાલુકામાં ત્રિપાંખિયો જંગ હોવાથી ત્રણેય રાજકીય પક્ષોના ઉમેદવારો જીત હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી સંપન્ન કરાવા માટે પોલીસતંત્ર દ્વારા પણ નેત્રંગ તાલુકાના ગામોમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી, અને જવાબદાર અધિકારીઓ પણ ચુંટણીની કામગીરીને આખરીઓપ આપી રહ્યા છે. જેમાં નેત્રંગ ખાતે જીલ્લા શિક્ષણાધિકારી ભરૂચ દ્વારા મતદાન જાગૃતિ અંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ સૂત્રોચ્ચાર વાળા બેનરોથી મતદાન જાગૃતિ ફેલાવી
નેત્રંગ ભક્ત હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના શિક્ષક અને ગ્રામજનોએ આ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે વિવિધ સ્લોગનો અને મતદાન જાગૃતિના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર નેત્રંગના અલગ અલગ વિસ્તારોમાં રેલી લઈ ગયા હતા. મતદાન સે દેશ બને સશક્ત, કરો મતદાન, રચો સરકાર, યુવાન, યુવતી ને વૃદ્ધ –સૌ કરે મતદાન જેવા અનેક સૂત્રો સાથે મતદાન અંગે લોકોને જાગ્રત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ રેલીમાં 100 શિક્ષકોએ ભાગ લીધો
આ રેલીમાં 80 જેટલી બાઇક સાથે 100થી વધારે શિક્ષકો જોડાયા હતા. આ રેલીના શુભારંભ પ્રસંગે તેના આયોજક ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી એન એમ મહેતા, નેત્રંગ મામલતદાર એલ.આર ચૌધરી, કેળવણી નિરીક્ષક દિવ્યેશભાઇ પરમાર તથા અન્ય અગ્રગણ્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો