અકસ્માત:નેત્રંગના રમણપૂરા ગામમાં ટ્રેક્ટર પાછળ બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો, બાઈક ચાલકનું મોત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર પાર્કિંગ લાઇટ અને સાઈડ સિગ્નલ ચાલુ કર્યા વિના ઉભેલા ટ્રેકટર સાથે બાઈક અથડાઈ
  • અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

નેત્રંગના રમણપૂરા ગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રેક્ટર ચાલકની લપરવાહીને પગલે નેત્રંગ ગામના ભાજપના યુવા આગેવાનને અકસ્માત નડતા તેઓનું કરૂણ મોત નીપજયું હતું. નેત્રંગ ગામના ધરતીનગરમાં રહેતા અને નેત્રંગ ભાજપના યુવા આગેવાન પ્રતિક ઉર્ફે ચકો ગુરજીભાઈ વસાવા પોતાના જીજાજીની બાઇક લઈ શણકોઈ ગામ નજીક આવેલી ગજાનંદ હોટલ ખાતે જમવાનું લેવા ગયો હતો. ત્યારબાદ તે પરત પોતાના ઘરે આવે રહ્યો હતો. તે દરમિયાન રમણપૂરા ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર પાર્કિંગ લાઇટ અને સાઈડ સિગ્નલ ચાલુ કર્યા વિના ઉભેલા ટ્રેકટર સાથે બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં પ્રતિક વસાવાને ગંભીર ઇજાઓ પહોચતા તેને તાત્કાલિક સારવાર માટે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેઓનું મોત નીપજયું હતું. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નેત્રંગ તાલુકાના યુવા ભાજપના આગેવાનનું અકાળે મૃત્યુ થતાં તાલુકામાં શોકનું મોજું ફેલાયુ છે.

અન્ય સમાચારો પણ છે...