હેરિટેજ રાઇડિંગ અને વોક:વિશ્વ હેરિટેજ દિન નિમિત્તે ભરૂચ જિલ્લાની ધરોહર ઐતિહાસિક વિરાસતોની ઝાંખી કરવા સાઇકલ રાઈડ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વ હેરિટેજ દિન નિમિત્તે ભરૂચ જિલ્લાની ધરોહર એવી ઐતિહાસિક વિરાસત ઓ ની ઝાંખી કરાવવા માટે 17 એપ્રિલ રવિવારના રોજ ભરૂચ સાઇક્લિસ્ટ અને અંકલેશ્વર ની રેલી એક્સિસ ગ્રૂપ દ્વારા સંયુક્ત રીતે એક દિવસીય “ હેરિટેજ ડે સન્ડે રાઇડ” રાખી હતી. આ સાઇકલિસ્ટ રાઈડનું મુખ્ય હેતુ એ હતો કે આવી ઐતિહાસિક ધરોહર અને વિરાસત ઓની ઝાંખી કરવી તેમજ લોકોની વચ્ચે તેમની માહિતી મૂકી તેમનું જીવંત અવસ્થામાં જાળવી રાખવાનો હતો.

તેમા ભરૂચ અને અંકલેશ્વર ના સાયકલીસ્ટ દ્વારા ભાગ લઇ જુના ભરૂચમાં આવેલી ઐતિહાસિક વિરાસતોની મુલાકાત લીધી હતી. જેમાં જૂની સિવિલ હોસ્પિટલ, જુમ્મા મસ્જિદ, કત્પોર દરવાજા, બટુકનાથ વ્યાયામશાળા, જુલેલાલ મંદિર, જુની કોર્ટ અને રાઈચંદ દીપચંદ લાઈબેરી જેવી ઐતિહાસિક વિરાસત ની મુલાકાત લીધી હતી. ભરૂચ માં આવેલી નવી પેઢી શહેરના વારસાથી પરિચિત થાય અને તેની જાળવણી માટે જાગૃત બને એવા ઉદેશ્યથી ભરૂચ હેરિટેજ રાઇડિંગ અને વોક યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...