ભૂમિપૂજન:ધારાસભ્ય અરૂણસિંહ રણાની ઉપસ્થિતમાં દહેજમાં SPC લાઇફ સાયન્સ કંપનીનું ભૂમિપૂજન કરાયું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજ ઔદ્યોગિક વસાહતમાં નવનિર્માણ પામનાર કંપનીમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા દહેજ ઔદ્યોગિક વસાહતમાં વધુ એક વિશાળ યુનિટનું આગમન થયું છે. સ્નેહલ પટેલ ફાઉન્ડેશન દ્વારા દવાઓનું નિર્માણ કરતી એસપીસી લાઇફ સાયન્સ કંપનીનું ભૂમિપૂજન આજરોજ સંભેટી ગામ નજીક કંપનીના માલિક તેમજ ધારાસભ્ય અરૂણસિંહ રણાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

વાગરા તાલુકો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. વિશ્વની વિશાળ કંપનીઓ તાલુકાની ઔદ્યોગિક વસાહતોમાં સ્થાયી થઈ છે. દેશ વિદેશના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં ધમધમતા થયા છે. આ કતારમાં વધુ એક કંપનીનું નામ નામાંકીત થવા જઈ રહ્યું છે. સ્નેહલ પટેલ ફાઉન્ડેશન દ્વારા ફાર્માસ્યુટિકલ કંપની SPC લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ દહેજ જીઆઈડીસીમાં કાર્યરત કરવા આજે સામંતપોર-સંભેટી ગામ ખાતે વાગરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ સ્નેહલ પટેલ ફાઉન્ડેશનના સંસ્થાપક સ્નેહલ પટેલ અને તેમના ધર્મપત્ની મિલી પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું.

પુજા અર્ચના અને ભજન કીર્તન સાથે ભૂમિપૂજનની વિધિ સંપન્ન થઇ હતી. આ કાર્યક્રમમાં હાજરી આપનાર મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. SPC લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ 20 એકરથી વધુની જગ્યામાં નિર્માણ પામશે. અને આગામી જાન્યુઆરી સુધીમાં યુનિટ શરૂ કરવાની કંપની મેનેજમેન્ટ દ્વારા ધારણા વ્યક્ત કરાઈ છે.

ભૂમિપૂજનનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ પોતાના મત વિસ્તારમાં કંપનીના સ્થાપનથી 1200 વધુ લોકોને રોજગારી મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્થાનિકોને રોજગારીની તકો અને લાભો મળી રહેશે તેમ જણાવી કંપનીનો આભાર માન્યો હતો.

સ્નેહલ ફાઉન્ડેશનનાં સંસ્થાપક અને માલિક સ્નેહલ પટેલ અને તેમના પત્નીએ કંપનીના નવા યુનિટ કાર્યાન્વિત થતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્થાનિકોને રોજગારીની તકો અને લાભો મળી રહેશે તેમ જણાવી કંપનીનો આભાર માન્યો હતો.

સ્નેહલ ફાઉન્ડેશનનાં સંસ્થાપક અને માલિક સ્નેહલ પટેલ અને તેમના પત્નીએ કંપનીના નવા યુનિટ કાર્યાન્વિત થતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્થાનિકોને રોજગારી અને કંપની નિર્માણમાં પ્રાધાન્ય મળશે તેવી જાહેરાત કરી હતી. વધુમાં તેમણે આ કંપનીમાં દવાઓનું નિર્માણ થશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...