ભાસ્કર વિશેષ:અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં રૂં.3.25 કરોડના ખર્ચે બનનારા સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 માળનું ભવન બનતાં 3 હજાર મંડળીઓમાં શિક્ષણ-તાલીમનો અભાવ નહીં રહે

ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક દ્વારા નિર્માણ પામનારા અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન આગામી શુક્રવારે દેશના સહકાર અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી કરાશે. તેમજ આ માટેનું દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સહકારી સંમેલન પણ યોજાશે. ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી મંડળીઓને સહકારી ક્ષેત્રે લગતું શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે અદ્યતન સહકારી શિક્ષણ ભવન ઉભું કરવામાં આવી રહ્યું છે.

ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક દ્વારા નિર્માણ પામનારા આ ભવનનું ભૂમિપૂજન અમિત શાહ વર્ચ્યુઅલી કરશે. આ પ્રસંગે BJP પ્રદેશ પ્રમુખ CR પાટીલ, રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ મનસુખ વસાવા, વિધાનસભા ઉપમુખ્ય દંડક દુષ્યંત પટેલ, અંકલેશ્વર MLA ઇશ્વરસિંહ પટેલ સહિતના લોકો હાજર રહેશે.

આજે બુધવારે આ અંગે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને વાગરા MLA અરૂણસિંહ રણાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સહકાર શિક્ષણ ભવન ઉભું થતા માત્ર બેંક જ નહીં પણ જિલ્લાના સહકારી ક્ષેત્રને વેગ મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બેન્કે આજે 115 વર્ષ પૂર્ણ કર્યા છે. 1400 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ છે.

બેન્ક આજે નફો કરતી થઈ છે. બંન્ને જિલ્લામાં બેન્કની 49 શાખાઓમાંથી 19 જેટલા બેન્કની માલિકીના મકાન છે. નોંધનીય છે કે રૂ. 3.25 કરોડના ખર્ચે 5 માળનું સહકારી ભવન તૈયાર થતાં ભરૂચ અને નર્મદા જિલ્લાની 3 હજાર મંડળીઓમાં શિક્ષણ તેમજ તાલીમનો અભાવ નહિ રહે.

અન્ય સમાચારો પણ છે...