ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક મહિલાને તેના પતિએ વર્ષ 2021મા છુટાછેઠા આપ્યાં હતાં. તે તેના બે સંતાનો સાથે રહેતી હતી.દરમિયાનમાં ફેબ્રુઆરી મહિનામાં ઓનલાઇન મેરેજ બ્યુરો એપ પર તેમનો સંપર્ક મુંબઇના થાણે ખાતે રહેતાં મુનીફ હનીફ શેખ સાથે સંપર્ક થયો હતો. જે બાદ તેઓ સોશિયલ મિડિયા પર એકબીજા સાથે ચેટીંગ કરતાં મુનીફે તે મુંબઇની રેડીશન બ્લુ હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું તેમજ તેનો 1.50 લાખનો પગાર હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત તેના મુંબઇમાં 4 મકાન છે જે પૈકીનું એક તેના નામે કરી આપવાનું કહ્યું હતું. દરમિયાનમાં મુનીફ ભરૂચ આવ્યો હતો. તેણે મીરા રોડ પર 45 લાખમા ફ્લેટ લીધો હોઇ તેના 30 લાખ ભર્યાં હોવાનું કહી બાકીના 15 લાખ શિક્ષિકા પાસેથી માંગ્યાં હતાં. તેણે રૂપિયા આપતાં બદલામાં મુનીફે તેને 5-5 લાખના ત્રણ ચેક આપી જતો રહ્યો હત. જોકે, તે ચેક બાઉન્સ થયાં હતાં. દરમિયાનમાં ગત ઓગષ્ટ મહિનામાં તેમના સમાજિક રીત રીવાઝ મુજબ લગ્ન થયાં હતાં.
થોડા સમય બાદ મુનીફે વધુ 5 લાખની માંગણી કરતાં તેણે નહીં આપતાં તે રીસાઇને મુંબઇ જતો રહ્યો હતો. બાદમાં સંપર્ક પણ બંધ કરી તલાક માટે ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી. ઉપરાંત મહિલાના સંતારનો ને પણ ફોન કરી ધાક ધમકીઓ આપી હતી. ઘટનાને પગલે આખરે મહિલાએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે પતિ સામે જ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.