તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી પરંપરા-ડોસાની અર્થી:ભરૂચના ભોઈ વાડ વિસ્તારના યુવાનો દ્વારા ડોસાની અર્થી કાઢી હોળીના પર્વની ઉજવણી કરાઇ

ભરૂચ2 મહિનો પહેલા
 • ડોસાની અર્થી બનાવી ઘેર ઘેર ફેરવી હોળીના પૈસા ઉઘરાવવામાં આવ્યા
 • દિવસના અંતે જે કાંઈ ફાળો એકત્રિત થાય તેમાંથી નાના છોકરાઓને ઉજાણી કરાવાય છે

ભરૂચના ભોઇવાડ વિસ્તારમાં વર્ષોથી ધૂળેટી પરવા નિમિત્તે અનોખી પ્રથા છે. આ વિસ્તારના યુવાનો દ્વારા એક અર્થી બનાવવામાં આવે છે. તેના ઉપર ડોસાની પ્રતિકૃતિને સુવડાવવામાં આવે છે. અને ત્યાર બાદ આ યુવાનો ઘેર ઘેર આ અર્થી લઇ જઈ હોળીના નાણા ઉઘરાવે છે. જે નાણામાંથી યુવાનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અને અંતે આ અર્થીને હોળીમાં સળગાવી દેવામાં આવે છે. આજરોજ ભરૂચના ભોઇવાડ વિસ્તારના યુવાનો દ્વારા આ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. યુવાનોએ જણાવ્યું હતું કે તેઓના સમાજ દ્વારા વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે અને તેઓ તેને આગડ ધપાવી રહ્યા છે.

ડોસાની અર્થી ફેરવ્યા બાદ હોળીના સ્થળ પર લાવી તેને સળગાવી દેવામાં આવે છે

છેલ્લા 5 દાયકાથી ચાલતી આવતી પરંપરા અનુસાર ભરૂચના મોટા ભોઇવાડ મહાકાળી માતાના મંદિર નજીકથી વિસ્તારના યુવાનો દ્વારા એક ડોસાની પ્રતિકૃતિ સમાન ઠાઠડી બનાવવામાં આવે છે. અને ત્યાર બાદ હોળી પ્રગટાવવા ડોસાની અર્થી કાઢવામાં આવે છે અને ફળિયામાં ઘરે ઘરે ફેરવવામાં આવે છે. યુવાનો દ્વારા દરેક ઘરના વડીલને નામે ડોસાને સંબોધવામાં આવે છે અને ફાળો માંગવામાં આવે છે. અને આખા ફળિયામાં ડોસાની અર્થી ફેરવ્યા બાદ હોળીના સ્થળ પર લાવી તેને સળગાવી દેવામાં આવે છે.

આ વર્ષે કોરોનાનું સંક્રમણ જણાતા કોઇ મોટી ઉજવણી કરવામાં આવી નથી

ભોઈવાડ વિસ્તારના અગ્રણી રાકેશ જાદવે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે જેને અમે અનુસરીએ છીએ. અને ધૂળેટી પર્વની આ અનોખી રીતે ઉજવણી કરીએ છે. દિવસના અંતે જે કાંઈ ફાળો એકત્રિત થાય તેમાંથી નાના છોકરાઓને ઉજાણી કરાવાયા છે અને વિવિધ રંગારંગ કાર્યક્રમ કરાઈ છે. જોકે આ વર્ષે કોરોનાનું સંક્રમણ હોઈ કોઈ મોટી ઉજવણી કરવામાંથી યુવાનો બાકાત રહ્યાં હતા. પરંતુ પરંપરા ગત ડોસાની અર્થી કાઢી તહેવારને જીવંત રખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો