તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch's Zaghadiya GIDC's UPL Company Catches Fire With Huge Blast, 24 Workers Injured, Feels Like An Earthquake In An Area Of 20 Km

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીષણ આગ:ઝઘડિયાની કંપનીમાં મોડી રાત્રે ધડાકા સાથે આગ : ત્રણનાં મોત; 26 ઈજાગ્રસ્તો પૈકી 15ને રજા અપાઈ, 11 હજી સારવાર હેઠળ

ભરૂચ9 દિવસ પહેલા
  • બ્લાસ્ટ સમયે અંદાજે 1000 ડિગ્રી તાપમાન થયું હોવાનું અનુમાન
  • 20 કિલોમીટરના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ થયો
  • મધરાત્રિએ લોકો ઘરની બહાર દોડી આવ્યા

ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપનીમાં સોમવારે મધરાત્રે ધડાકા સાથે આગ લાગી હતી. ફાયર વિભાગના 18 જેટલા ફાયર ફાયટરોની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો હતો. જેમાં આગના પગલે 3 કામદારોનાં મોત થયા છે. જ્યારે 4 કામદારો હજી લાપતા છે. આગની ઘટનામાં 26 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત થતાં તેમને અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર અપાયા બાદ નજીવી ઈજા ધરાવનારા 15 કામદારોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જ્યારે 11 ઈજાગ્રસ્તો હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવના પગલે ઝઘડિયા મામલતદાર, અંકલેશ્વર ડિવીઝનના ડીવાય એસપી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આગ મામલે ઝઘડિયા પોલીસે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

કલેક્ટર એમ.ડી. મોડિયાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં તમામ સંલગ્ન અધિકારીઓને સૂચનાઓ આપી દીધી હતી. બ્લાસ્ટનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. અમદાવાદથી બુધવારે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કેમિકલ નિષ્ણાંતોની ટીમ સ્થળ તપાસ કરવામાં આવશે.

ઝઘડિયા જીઆઇડીસીમાં ફોસ્ફરસ બનાવતી યુપીએલ કંપની આવેલી છે. કંપનીમાં સોમવારે રાત્રિના સમયે રાબેતા મુજબ ઉત્પાદનની કાર્યવાહી ચાલી રહી તે વેળા રાત્રિના 2.30 વાગ્યાના અરસામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે જીઆઇડીસીને અડી આવેલાં દધેડા, ફૂલવાડી, કપલસાડી સહિતના ગામોમાં આવેલાં મકાનોમાં કાચ તુ્ટયાં હતાં. આ ઉપરાંત બ્લાસ્ટની ધ્રુજારી છેક અંકલેશ્વવર સુધી અનુભવવામાં આવી હતી.

લોકોએ ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ કર્યો હતો. બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવાયાં હતાં. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બ્લાસ્ટની જાણ થતા કંપનીમાં કામ કરતા કામદારોના પરિવારજનો કંપની પર અને હોસ્પિટલ દોડી ગયા હતા.

આ દુર્ધટના અંગે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને ભોગ બનેલા લોકોનો સહાયતાની માંગ કરી હતી.

મેઇન્ટેનન્સ માટે પ્લાન્ટ બંધ હતો: કંપની સત્તાધિશો
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા યુપીએલના પ્લાન્ટ -5માં અંદાજે સવારે 1.35 કલાકે યુનિટ 5માં આગ લાગી હતી. જે પછી એક પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. આ પ્લાન્ટને 5 ફેબ્રુઆરી, 2021થી અગાઉથી આયોજિત વાર્ષિક બોઇલર ચકાસણી માટે કંપની દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. કંપની સત્તાધિશોએ જણાવ્યું હતું કે, પ્લાન્ટ બંધ હોવાથી આ પ્લાન્ટમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા ચાલુ નહોતી. આ દુર્ઘટના દરમિયાન કે પછી આગ લાગવાના કારણે કોઈ રાસાયણિક કે ગેસનું લીકેજ થયું નહોતું. આગની તીવ્રતાને જોતાં સોલ્વન્ટમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. જે માટે ઇલેક્ટ્રિક
શોર્ટ સર્કિટ જવાબદાર હોઈ શકે છે. ફાયર વિભાગે આગને નિયંત્રણમાં લીધા પછી સાંજે સાઇટ પરથી 2 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી છે. વધુ 5 કામદારો ગુમ છે. ઉપરાંત 26 કામદારોને ઇજા થઈ હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર મળી હતી. જેમાંથી 15 કામદારોને રજા આપવામાં આવી છે અને 11 કામદારોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો