ગુરૂ બન્યો હેવાન:ભરુચની સરસ્વતી વિદ્યાલયમાં નાપાસ કરવાની ધમકી આપી વિદ્યાર્થિની પર આચાર્યએ દુષ્કર્મ આચર્યું

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચમાં ગુરૂજ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતાં સમગ્ર પંથકમાં નરાધમ એવા સરસ્વતિ વિધાલયનાં આચાર્ય સામે ઘૃણા અને ક્રોધની લાગણી ફેલાઈ ગઈ છે.

નાપાસ કરવાની ધમકી આપતો
ભરૂચની સરસ્વતિ વિધાલયમાં ધોરણ 10માં ભણતી ઍક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાનુ જાણવા મળી રહ્યું છે. ત્યારે માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી. ત્યારે ગત તા 30ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ ઉપરાંત તા 10 સપ્ટેમ્બરના રોજ આચાર્ય દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિનમાથી ગભરાઈને બહાર દોડી આવી હતી અને પોતાની બહેનને ફૉન કરતા તે પણ દોડી આવી પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી હતી. આ અંગે વિદ્યાર્થિનીની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...