તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ભરુચના પાલેજ ગામના વેપારીને જંતુનાશક દવાના 3.60 કરોડ રૂપિયા ન ચૂકવી ત્રણ ગઠિયાઓ છેતરપિંડી કરી

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કરજણમાં ગુજરાત પેસ્ટીસાઈડ નામની ખાનગી પેઢી ભાગીદારીમાં છે તેમ કહી માલ લઇ ગયા

ભરુચના પાલેજ ગામમાં આવેલી ગુજરાત સીડસ એંડ પેસ્ટીસાઈડની પેઢીના સંચાલક પાસેથી જંતુનાશક દવા ખરીદી 3.60 કરોડ રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરતાં ત્રણ ગઠિયાઓ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

ભરુચ તાલુકાનાં સેગવા ગામમાં રહેતા સલિમ વલિભાઇ દરબાર પાલેજ ગામમાં આવેલી ગુજરાત સીડસ એંડ પેસ્ટીસાઈડ નામની ખાનગી પેઢીમાં જંતુનાશક દવા અને બિયારણનું જથ્થા બંધ તેમજ છૂટ્ક વેચાણ કરે છે. ગત તારીખ-26-6-2020 ના રોજ તેમની પાસે જયેશ નામનો વ્યક્તિ આવ્યો હતો અને કરજણ ખાતે આવેલા મારુતિ પ્લાઝા કેમ્પલેક્ષમાં મોહસીન અહમદ મુસ્તાક કાજી સાથે ગુજરાત પેસ્ટીસાઈડ નામની ખાનગી પેઢી ભાગીદારીમાં ચલાવતા હોવાનું જણાવ્યુ હતું.

જે જયેશ અહીંયાથી પ્રથમ દિવસે રુપિયા 4.92 લાખની જંતુનાશક દવાઓ ખરીદી ગયો હતો. ત્યાર બાદ રુપિયા 5.14 લાખની દવાઓ જયેશ અને કર્મચારી ઓવેશ અન્સારી ખરીદી કરી ગયા હતા. જે બાદ ઉધારીમાં માલ સામાન ખરીદી કરી ગયા હતા અને કુલ રુપિયા 5.14 કરોડની જંતુનાશક દવાઓ ખરીદી કર્યા બાદ થોડા થોડા કરી 1.54 કરોડ જમા કરાવ્યા હતા, જે બાદ બાકી નીકળતા 3.60 કરોડથી વધુની રકમ ન ચૂકવી વેપારી સાથે છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી અંગે પાલેજ પોલીસે ત્રણ ગઠિયાઓ સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો