નવું નઝરાણું:ભરૂચનું માતરિયા તળાવ બન્યું વધુ મનમોહક, 5 લાઈટીંગ ફ્લોટિંગ ફુવારાઓનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે આહલાદક લાઇટિંગથી કાંકરિયા અને લેક સિટી ઉદેપુરના તળાવોની તર્જ પર વિકાસ કરવા સાથે શહેરીજનોને દિવાળી ભેટ અપાઇ
  • તળાવને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખના ખર્ચે નગરજનો માટે વધુ મનમોહક બનાવાયું

ભરૂચના માતરિયા તળાવ ખાતે મૂકવામાં આવેલા 5 લાઈટીંગના ફ્લોટિંગ ફુવારાઓનું ઉપ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ભરૂચના મધ્યમાં આવેલું માતરિયા તળાવને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખના ખર્ચે નગરજનો માટે વધુ મનમોહક બનાવાયું છે.

ધારાસભ્ય દુષ્યંત પટેલની ગ્રાન્ટમાંથી માતરિયા તળાવમાં 5 ફ્લોટિંગ ફુવારાઓનું આકર્ષણ ઉભું કરાયું છે. જેથી રાત્રે આહલાદક લાઇટિંગથી કાંકરિયા અને લેક સિટી ઉદેપુરના તળાવોની તર્જ પર વિકાસ કરવા સાથે શહેરીજનોને દિવાળી તહેવારો ટાણે એક ભેટ અપાઇ છે. આ 5 ફ્લોટિંગ ફુવારાઓનું લોકાર્પણ ઉપ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે પાલિકા પ્રમુખ અમિત ચાવડા, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...