પીંક રક્ષકો આપશે સ્વ-બચાવનું શિક્ષણ:ભરૂચની ઇનર વ્હિલ ક્લબનો કિન્નરોને સન્માન અપાવવાનો અનોખો પ્રયાસ, 6 વ્યંઢળોએ વિંગ શુન કલાની તાલીમ લીધી, હવે બાળકોને શીખવાડશે

ભરૂચ2 મહિનો પહેલાલેખક: જીગર દવે
  • IPS અને સુરક્ષા જવાનોને શિક્ષણ આપતા વડોદરાના ડોનાલ્ડ મેલવીલે કિન્નરોને તાલીમ આપી
  • પીંક રક્ષક એવા આ 6 કિન્નરો ભરૂચના બાળકોને સ્વ-બચાવનું શિક્ષણ પૂરું પાડશે
  • સમાજે તિરસ્કૃત કરેલા ટ્રાન્સજેન્ડરને ગુરૂના સ્થાન થકી સન્માન મળે તેવો IWCનો હેતુ

ભરૂચમાં હવે પીંક રક્ષકની ફોજ તૈયાર થઈ છે. IPS અને સુરક્ષા જવાનોને દેશમાં 32 વર્ષથી સેલ્ફ ડિફેન્સનું પ્રશિક્ષણ આપતા વડોદરાના ડોનાલ્ડ મેલવીલે ઇનર વ્હીલ ક્લબ(IWC)ના ખાસ આગ્રહથી ભરૂચના 6 કિન્નરોને સ્વબચાવના પાઠ શીખવ્યા હતા. હવે પીંક રક્ષક એવા આ 6 કિન્નરો ભરૂચના બાળકોને સ્વ-બચાવનું શિક્ષણ પૂરું પાડશે. ભરૂચ ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર અને તેમની ટીમને બાળકોને આત્મરક્ષણની તાલીમ આપવાનો વિચાર આવ્યો હતો. જેમાં સમાજમાં તિરસ્કારનો ભોગ બનેલા ટ્રાન્સજેન્ડરને ટ્રેઇન કરી તેમને આત્મસન્માન મળે તેવા હેતુથી તાલીમબદ્ધ કરવા આ બીડું ઉપાડાયું હતું. જેઓ 3 મહિનાની તાલીમ લીધા બાદ શહેરના બાળકોને ટ્રેઇન કરશે.

ટ્રાન્સજેન્ડરને ટ્રેઇન કરી તેમને આત્મસન્માન મળે તેવા હેતુથી આ બીડું ઉપાડાયું
ટ્રાન્સજેન્ડરને ટ્રેઇન કરી તેમને આત્મસન્માન મળે તેવા હેતુથી આ બીડું ઉપાડાયું

વડોદરાના ડોનાલ્ડ મેલવીલે કિન્નરોને ટ્રેઇન કર્યા
કિન્નરોને ટ્રેઇન કરવા માટે ભરૂચના IPS અને ASP વિકાસ સુંડાની મદદ લેવાઈ હતી. ઇનર વ્હિલ ક્લબે આઇ.પી.એસ., ગુજરાત પોલીસ અન્ય સુરક્ષા એજન્સીઓ અને જવાનોને છેલ્લા 32 વર્ષથી તાલીમ આપતા વડોદરાના ડોનાલ્ડ મેલવીલનો સંપર્ક કર્યો હતો. વડોદરામાં રહેતા માર્શલ આર્ટસના નિષ્ણાંત ઇન્સ્ટ્રક્ટર ડોનાલ્ડ મેલવીલે પોતે માર્શલ આર્ટ શીખવા ચાઇના અને હોંગકોંગમાં 15 અને જર્મનીમાં બે વખત જઈ તેમના ગુરુ સીફુ લ્યુન્તિગ (ચાઇના) અને સીફુ સાલેહ અવચી (જર્મની) પાસે તાલીમ મેળવી છે.

ઇનર વ્હીલ ક્લબને બાળકોને આત્મરક્ષણની તાલીમ આપવાનો વિચાર આવ્યો
ઇનર વ્હીલ ક્લબને બાળકોને આત્મરક્ષણની તાલીમ આપવાનો વિચાર આવ્યો

વ્યંઢળોની ટીમે 3 મહિનાની તાલીમ લીધી
47 વર્ષનો અનુભવ ધરાવતા ડોનાલ્ડ મેલવીલે વિંગ શુન કલાની તાલીમ ભરૂચના કિન્નર સમાજના વડા દિપા માસી સહિત 6 કિન્નરોને આપી હતી. ત્રણ મહિના સુધી સેલ્ફ ડિફેન્સની બેઝિક તાલીમ લઈ હવે ભરૂચમાં વ્યંઢળોની પીંક રક્ષક ટીમ તૈયાર થઈ ગઈ છે. જે શહેરના બાળકોને સ્વ બચાવની તાલીમ આપવા સજ્જ બની છે. વ્યંઢળ સમાજના અગ્રણી દિપા માસી આ સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી તેમને ગુરૂનું સ્થાન અપાતા પોતાને આત્મસન્માન સાંપડવા સાથે લોકો અને સમાજ તેમને માનભેર જોશે તેવી ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.

ડોનાલ્ડ મેલવીલે વિંગ શુન કલાની તાલીમ ભરૂચના 6 કિન્નરોને આપી
ડોનાલ્ડ મેલવીલે વિંગ શુન કલાની તાલીમ ભરૂચના 6 કિન્નરોને આપી

વિંગ શુન કલા શું છે?
વિંગ શુન એ માર્શલ આર્ટની એવી કલા છે જે કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમર સુધી કરી શકે છે, જેમાં તાકાતની જરૂર નથી. આ કળાની શોધ નિગ-મુઈ નામની મહિલાએ કરી હતી. જેમાં સામેવાળાના શરીરના પ્રેશર પોઇન્ટ પર વાર કરાય છે. USની FBI અને જર્મનીની GSG-9ની ફોર્સને આ કલા શીખવાડાય છે.

આ પીંક રક્ષકો હવે તાલીમ ભરૂચના બાળકોને આપશે
આ પીંક રક્ષકો હવે તાલીમ ભરૂચના બાળકોને આપશે

અન આર્મ કોમબેક્ટની તાલીમ અધિકારીઓ માટે મહત્વની
અન આર્મ કોમબેક્ટની તાલીમ અધિકારીઓ માટે મહત્વની છે. જે કાયદો-વ્યવસ્થા જાળવવા, કોઈ સ્પેશિયલ ઓપરેશન અને પોલીસની રોજબરોજની ફરજમાં કામ લાગી શકે છે. જેની તાલીમ વડોદરાના ડોનાલ્ડ મેલવીલ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હવે આ તાલીમ ભરૂચના બાળકોને અપાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...