વિધાનસભાની ચૂંટણી:ભરુચના હોમગાર્ડ જવાનોએ આજે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું

ભરૂચ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યમાં 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. ત્યારે ભરુચ જિલ્લાના હોમગાર્ડ જવાનો દ્વારા આજરોજ પોસ્ટલ બેલેટ થકી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું
મતદાનના દિવસે જે કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા હોય તેઓ દ્વારા મતદાનના અગાઉ જ નિયત કરેલા દિવસે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવે છે. જેમાં આજરોજ ભરુચ જિલ્લામાં ફરજ સોંપવામાં આવી છે. તેવા હોમગાર્ડના જવાનો દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવામાં આવ્યું હતું.
​​​​​​​ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો
ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હોમગાર્ડના જવાનો દ્વારા ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...