છેતરપિંડી:ભરૂચના ભેજાબાજનો અનોખો ખેલ, કંપનીમાં ભાડાથી મૂકવાના બહાને 19 કારો ગીરવે મૂકી લાખો રુપિયાની છેતરપિંડી કરી છૂમંતર

ભરૂચએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 4 મહીનામાં 18 ઇકો અને એક વર્ના કાર માલિકને મહિને ₹20 હજાર અપાવવાની લાલચે ભોગ બનાવ્યા
 • પ્રથમ ત્રણ મહિના કારનું ભાડું ચૂકવ્યા બાદ બીજા કરારમાં ભાડું નહિ ચૂકવાતા GRD જવાને તપાસ કરતા ભાંડો ફૂટ્યો

કોરોના અને લોકડાઉનમાં કાર ખરીદનારા મધ્યમવર્ગીય લોકો હપ્તા નહિ ભરાતા આર્થિક ભીંસમાં આવી ગયા હતા. જેનો લાભ ભેજાબાજે ઉઠાવી 19 કારો કંપનીમાં દર મહિને ₹20 હજારમાં ભાડે મુકવાનું કહી તેને ગીરો આપી દઇ લાખોની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

અંકલેશ્વર GIDCમાં RBL ક્વાટર્સમાં રહેતા જયપ્રતાપ રામકીશોર તોમાર અંકલેશ્વર યુનીટ ખાતે GRD ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવે છે. જેમણે ઇકો કાર 2019માં ઘર માટે લીધી હતી. જે બાદ ઇકો કાર (નંબર GJ-16-CN-5997)ની કંપનીમાં કોન્ટ્રાકટમાં મુકવી હોય મિત્ર રાજા દ્રારા વિરેન્દ્રસિહ અર્જુનસિંહ રાઉલજી (રહે, નવી વસાહત ભરૂચ)ની ઓળખાણ થઈ હતી.

ઇકો કાર કંપનીમાં કોન્ટ્રાકટમાં મુકવાની વાત કરતા વિરેન્દ્રસિહે દહેજમાં રીલાયન્સ કંપનીમાં મૂકી દઇશ અને તમને દર મહિને ₹ 20 હજાર આપવાનું કહ્યું હતું. સાથે જ ડ્રાઇવર, મેન્ટનેન્સનો તમામ ખર્ચો પણ પોતાનો રહેવાની વાત કરી હતી. જે બાદ 3 એપ્રિલે સવારના આશરે 11 વાગ્યાના અરસામાં ભરૂચ કોર્ટની સામે આવેલ પબ્લિક નોટરી રાહુલ સોલંકીની ઓફીસમાં ઇકો ગાડીનો પ્રથમ 3 મહિના માટે ભાડા કરાર કરવામાં આવ્યો હતો.

વિરેન્દ્રને ઇકો ગાડી આપી દેવાતા શરૂઆતના 3 મહિના સુધી ગુગલ પે મારફતે SBI બેકના એકાઉન્ટમાં માસીક ₹20 હજાર નિયમીત રૂપે અપાયા હતા. બાદમાં ત્રણ માસનો કોન્ટ્રાકટ પુરો થતા વિરેન્દ્ર ઉપર GRD જવાનને વિશ્વાસ બેસતા 6 જુલાઈએ વિરેન્દ્રસિંહ ઇકો ગાડીનો છ માસ માટેનો ભાડા કરાર નોટરી રાહુલ સોલંકી પાસે કરાવ્યો હતો. ફરીથી મારી ઇકો કાર વિરેન્દ્રસિંહને ભાડાપેટે અપાઈ હતી. ભાડા કરાર મુજબ માસીક ₹20000 વિરેન્દ્રસિંહ પાસે માંગતા GRD જવાનને વાયદા બતાવતો હોય અને પૈસા આપતો ન હતો.

વિરેન્દ્રનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય 7 ઓગસ્ટે કાર માલિકે મિત્ર તેજશભાઇ સાથે રીલાયન્સ કંપની દહેજ ખાતે ઇકો કાર અંગે તપાસ કરવા ગયા હતા. ત્યાં હાજર સીક્યુરીટી સાથે વાતચીત કરતા તેઓ મારફતે હકીકત બહાર આવી હતી કે, અહીંયા આવો કોઇ કોન્ટ્રાકટ ચાલતો નથી.

વિરેન્દ્રસિંહ રાઉલજી નામનો કોઇ માણસ અહીયા આવતો નથી કે, અમો તેને ઓળખતા નથી. વિરેન્દ્રસિહના ઘરે સિવિલ હોસ્પીટલની સામે આવેલી નવી વસાહતમાં મકાન નંબર 32/5 માં તપાસ કરતા ત્યાં ભાડુઆત રહેતા હોવાનું બહાર આવ્યું હતું. ભાડુઆત પાસેથી વિરેન્દ્રસિહના પિતાનો નંબર મેળવી તેઓ ઉપર ફોન કરતાં વિરેન્દ્રસિહના પિતા અર્જુનસિંહે જણાવેલ કે , હાલ તેઓને તેમના દીકરા વિરેન્દ્રસિંહ સાથે કોઇ સંબંધ નથી.

વિરેન્દ્રસિહની ભરૂચમાં તપાસમાં કરતા તે મળી આવ્યો ન હતો. અંતે નોટરી રાહુલ સોલંકી પાસે જાણવા મળ્યું હતું કે , ઇકો ગાડી (નંબર GJ-16-CN-5997)ની આ વિરેન્દ્રસિહે શેખ સાજીદ અલી ર(હે, શેખવાડી, કાવી તા.જબુસર)ને ₹1.30 લાખમાં 3 મહિના માટે ગીરે આપી છે.

વિરેન્દ્રસિહ અર્જુનસિંહ રાઉલજીની તપાસ કરતા જાણવા મળેલ કે, તેણે અન્ય 18 લોકોને પણ તેઓની કાર કંપની કોન્ટ્રાકટમાં મુકવાની લાલચ આપી તેઓની કાર પણ નોટરી રૂબરૂ ભાડા કરાર કરી મેળવી તેઓને પણ ભાડા કરારમા જણાવી માસીક ભાડુ શરૂઆતમાં આપી વિશ્વાસ કેળવી ત્યાર પછીના પૈસા નહિ આપી તેઓની સાથે પણ વિશ્વાસધાત અને છેતરપીડી કરી છે .

દહેજની રિલાયન્સ કંપનીમાં કાર મૂકી કરાયેલી છેતરપિંડીમાં 4 પોલીસ વાળા પણ બન્યા ભોગ

 • પ્રમોદકુમારસિહ ચિત્તારસિહ (રહે , બોરભાઠા, ભરૂચ. ઇકો GJ-16-cs-3683)
 • જીગરકુમાર કુવરસિંહ ગોહીલ (રહે. પોલીસ ક્વાટર્સ, કાળી તલાવડી, ભરૂચ. ઇકો GJ-16-CN-6720)
 • નયન કુવરસિહ ગોહીલ (રહે. પોલીસ કવાટર્સ, કાળી તલાવડી, ભરૂચ. ઇકો GJ-CH-0069)
 • સુંદરલાલ ભીખાભાઇ વસાવા (ઇકો GJ-22-H-3743)
 • ધવલકુમાર દેવેનભાઇ વસાવા (ઇકો GJ-16-CH-6458)
 • સુરજીતસિહ ધનશ્યામસિંહ રાણા (ઇકો GJ-16-BC-4519)
 • હીતેશભાઇ જયંતિભાઇ પટેલ (ઇકો GJ-16-CN-8314)
 • મુકેશભાઇ જયંતિભાઇ પટેલ (ઇકો GJ-16-Dc-1646)
 • ધર્મેન્દ્ર કીશોરચંદ્ર પટેલ ( સ્વીફટ GJ-16-Dc-0641,ઇકો GJ-16-cs-3655)
 • કલપેશભાઇ પ્રભુભાઇ વસાવા (ઇકો GJ-19-BA-7977)
 • હીરેન લાલાભાઇ પાગી (ઇકો GJ-16-cs-9841)
 • કીરણકુમાર ગોપાલદાસ પંચાલ (ઇકો GJ-16-cN-0905)
 • હેમંતકુમાર મનહરભાઇ પટેલ (ઇકો GJ-22-H-4656)
 • રાહુલકુમાર ધનશ્યામભાઇ સોની (ઇકો GJ-16-CH-6932)
 • પરેશકુમાર ગોમાનભાઇ પટેલ (ઇકો GJ-16-CN-4959)
 • પ્રેમસી ગ રાજપુત (ઇકો GJ-16-CN-8650)
 • ભાવભાઇ (ઇકો GJ-16-BN-9482)
 • કીર્તીકુમાર વુરેન્દ્રભાઇ જોષી (હોન્ડા વર્ના GJ-16-AP-9693)
અન્ય સમાચારો પણ છે...