જનજાગૃતિ:ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રકતદાન, નેત્રદાન અને દેહદાન માટે જનજાગૃતિ ફેલાવવા પતંગ મહોત્સવનું આયોજન કરાયું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેર- જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં મહત્વનું અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન ,નેત્રદાન, દેહદાન અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સેવાશ્રમ રોડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન, નેત્રદાન,અંગદાન ના સૂત્રો સાથે ની પતંગ ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો.આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભાજપના નિરલ પટેલ, સામાજિક કાર્યકર પ્રશાંત પટેલ સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજય તલાટી સહિત સભ્યો અને પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...