ધારાસભ્યોનું સન્માન:ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની પાંચ વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યનો સન્માન સમારોહ યોજાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા જીલ્લાની પાંચેય વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો.

ભરૂચ જીલ્લા પંચાયતના સભાખંડ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા જીલ્લાની પાંચેય વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પાંચ પૈકી ત્રણ ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું તુલસીના છોડ આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને જીલ્લા પંચાયતની વિવિધ યોજનાઓથી માહિત ગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ,જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા તેમજ જીલ્લા વિકાસ અધિકારી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...