સંભાવના:ભરૂચમાં આગામી 5 દિવસમાં પુનઃ વરસાદી માહોલ જામશે

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પવનની ગતિ 10થી 23 કિમી પ્રતિ કલાક રહેશે

ભરૂચ જિલ્લામાં ગઇકાલે મેઘરાજાએ લાંબા વિરામ બાદ અમીવર્ષા કરતાં વાતાવરણમાં સાધારણ ઠંડક અનુભવાઇ રહી છે. ત્યારે આગામી 5 દિવસ સુધી જિલ્લામાં મોટાભાગે વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમાંય રવિવાર બાદ વરસાદનું જોર વધે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.ભરૂચ શહેર જિલ્લામાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતાં લોકો ઉકળાટ અને બફારાથી ત્રાસી ગયાં હતાં. બપોરના સમયે ભેજયુક્ત વાતાવરણ રહેવાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં હતાં. ત્યાં ગઇકાલે સાંજે અચાનક વરસાદી માહોલ જામ્યો હતો.

અમીવર્ષા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરાઇ ગઇ હતી. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ છે. પાંચ દિવસ દરમિયાન જિલ્લાનું હવામાન આંશિક ભેજવાળું અને વાદળછાયું રહેશે. ઉપરાંત જિલ્લામાં છુટોછવાયો વારસાદ વરસે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે. જિલ્લાનું મહત્તમ તાપમાન 35થી 37 ડિગ્રી વચ્ચે રહેવાની તેમજ લઘુત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 47થી 90 ટકા રહેવાની અને પવનની ઝડપ 9.7થી 22.3 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...