તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિકાયદાનો વિરોધ:ભારત બંધના એલાનમાં ભરૂચ બેભાગમાં વહેંચાઇ જશે

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડદલા ગામે પાસે હાઇવે ઉપર આવેલું એપીએમસી માર્કેટ ચાલુ રહશે

દેશના ખેડૂતોએ સરકારના ત્રણ કાયદાને કાળા કાયદા ગણાવીને તેને રદ્દ કરવા 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે.જેમાં ભરૂચ જિલ્લાામાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા વેપારીઓને ખેડૂતોના હિત માટે એક દિવસ પોતાના વેપાર ધંધા બંધ રાખવા રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ અપીલ કરી છે. ત્યારે આજે ભરૂચના મહોમદપુરા વિસ્તારમાં આવેલા જુના એપીએમસી માર્કેટના વેપારીઓએ ખેડૂતોને સમર્થન આપીને સ્વેછાએ પોતાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

તેમની સાથે જિલ્લાના અમુક માર્કેટના વેપારીઓ પણ જોડવાના હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે ભરૂચની વદડલા ખાતે આવેલા નવા એપીએમસી માર્કેટ એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં વેપારીઓ આ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ તેવી જાહેરાત વાગરાનાં ધારાસભ્ય અને એપીએમસીનાં ચેરમેન અરૂણસિંહ રણાએ કરી હતી અને આવતી કાલે માર્કેટ ખુલ્લું રહેવાનું જણાવ્યું હતું.જ્યારે વાલિયા પ્રભાત સહકારી જીનમાં કાર્યરત સીસીઆઇ કેન્દ્રમાં મંગળવારે કપાસની ખરીદી બંધ રખાશે તેવું મેનેજરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો