તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરાહનીય કામગીરી:ભરૂચ વોટર શેડ ડિપાર્ટમેન્ટે નદી અને કોતરમાં જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી કરતા સન્માન

ભરૂચ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ જિલ્લાને જળ સંરક્ષણ હેઠળ કેન્દ્રીય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો

સંભવિત પાણીની કટોકટીને પહોંચી વળવા તથા જમીનમાં પાણીના સ્તર ઊંચા આવે તે હેતુ માટે જળના બચાવ અને રખરખાવ માટેના કાર્યક્રમો કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘડી કાઢવામાં આવ્યા છે અને તે અનુસાર વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ (વોટરશેડ)ના ચેરમેન તથા જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન અને પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.વી. દવેના માર્ગદર્શન હેઠળ વોટરશેડ ડિપાર્ટમેન્ટની MDT અને WTD ટીમો દ્વારા નદી પુન:જીવિત અભિયાન કાર્યક્રમ અંતર્ગત જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.

જે બદલ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા ભરૂચ જિલ્લાને સર્વ શ્રેષ્ઠ જિલ્લા તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નદી પુન: જીવિત અભિયાન કેટેગરીમાં જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન ક્ષેત્રે વોટરશેડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરેલા પ્રશંસનીય પ્રયત્નો માટે ભરૂચ જિલ્લાને નેશનલ વોટર એવોર્ડ અંતર્ગત 2019-20 નો દ્વિતીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ પ્રાપ્ત કરતા ગુજરાત રાજ્ય તથા ભરૂચ જિલ્લા માટે ગર્વની બાબત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો