સુવિધામાં વધારો:ભરૂચ ગ્રામ વિકાસ ટ્રસ્ટે રૂ. 18 લાખની એમ્બ્યુલન્સ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને અર્પણ કરી

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લાના છેવાડાના ગ્રામજનોને આરોગ્યની સેવા મળે તે માટે ટ્રસ્ટ આગળ આવ્યું
  • જિલ્લાના 41 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૈકી જ્યાં વધુ જરૂર હશે ત્યાં એમ્બ્યુલન્સની ફાળવણી કરાશે

ભરૂચ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આજે સોમવારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને રૂપિયા 18 લાખની એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના છેવાડાના ગામમાં વસતા લોકોને આરોગ્યની સેવાઓ મળતી રહે તે માટે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ આગળ આવ્યું છે.

ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આજે સોમવારના રોજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલની હાજરીમાં એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સ જિલ્લાના 41 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૈકી જ્યાં વધુ જરૂર હશે ત્યાં તેની ફાળવણી કરવામાં આવશે.

આ એમ્બ્યુલન્સ અર્પણના કાર્યક્રમ દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ દૂલેરા અને તબીબો તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...