બસ સેવા:ભરૂચ એસટી વિભાગે દિવાળી નિમિત્તે વધારાની બસો દોડાવી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GNFC,અંકલેશ્વર GIDCથી સૌરાષ્ટ્ર,પંચમહાલની 35 ટ્રીપ

દિવાળીનો તહેવાર આવતા જ લોકો પોતાના વતન ફરવા જતા હોય છે. જે જોતાં ભરૂચ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે. દિવાળીના તહેવારોમાં લોકોને અવરજવરમાં અનુકૂળતા રહે તે માટે ST તંત્ર દ્વારા 30મી ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

ભરૂચના GNFC ડેપો અને અંકલેશ્વર GIDC ખાતેથી સૌરાષ્ટ્ર,પંચમહાલ, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્ર માટે એક્સ્ટ્રા ટ્રીપો દોડાવશે.ભરૂચના ડિવિઝન કંટ્રોલર સી.ડી.મહાજન જણાવ્યું કે,જયારે કોઈ કંપની અથવા વ્યકતિઓના ગ્રુપ દ્વારા 51 સીટનું ગ્રુપ બુકીંગ કરવામાં આવશે તો તેને પોતાના ઘેરથી ગામના ઘર સુધી નોન સ્ટોપ એસ.ટી બસ સેવાનો લાભ મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...