આંતરિક બદલી:ભરૂચ SPએ ગણતરીના કલાકોમાં જ 11 PSIની બદલીનો બીજો હુકમ કર્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઈમ બ્રાન્ચના 3 PSI સહિતની આંતરિક બદલી

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સાંભળ્યા બાદ ડો. લીના પાટીલે દારૂ – જુગાર સહિતની બદીઓ ઉપર સંપૂર્ણ નિયંત્રણને પ્રાથમિકતા આપી હતી. પ્રારંભિક તબક્કે મોટાપાયે દરોડાઓની કાર્યવાહી બાદ હવે એસપી એ વહીવટમાં જાહેરહિતમાં બદલીઓનો દોર હાથ ધર્યો છે. છેલ્લા બે ધ્વિસથી મહત્વની જગ્યાઓ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલીઓ કરવામાં આવી રહી છે. મંગળવારે વધુ એક યાદીમાં 11 પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...