રસીકરણ કામગીરી:વેક્સિનેશનમાં રાજ્યમાં ભરૂચ 5મા ક્રમે, જિલ્લામાં પ્રથમ ડોઝનો 100 % ટાર્ગેટ પૂર્ણ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 12.68 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો, બીજા ડોઝની કામગીરી 88 % થઈ

ભરૂચ જિલ્લામાં કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 12.69 લાખ લોકોને એટલે કે 100 ટકા લોકોને પ્રથમ ડોઝ આપવામાં સફળતાં મેળવી છે. જ્યારે બીજા ડોઝની કામગીરી પણ 88.11 ટકા જેટલી પુર્ણ થઇ ગઇ છે. જેના કારણે રાજ્યમાં વેક્સિનેશનની કામગીરીમાં ભરૂચ જિલ્લો 5માં ક્રમે પહોંચ્યો છે.

કોરોના મહામારીને ડામવા માટે ભરૂચ જિલ્લાના આરોગ્ય અને વહિવટી તંત્રએ વેક્સિનેશન ઝૂંબેશ હાથ ધરી છે. જેના પગલે જિલ્લાની કુલ 12.69 લાખની વસ્તીને પ્રથમ ડોઝ આપવામાં આરોગ્ય વિભાગે સફળતાં મેળવી છે. જેમાં 13,288 હેલ્થ વર્કર્સ, 40,651 ફ્રન્ટ લાઇન વોરિયર્સ, 4,63,098 સિનિયર સિટીઝન જ્યારે 18થી 44 વયના 7,51,965 લોકો મળી કુલ 12,69,002 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

જ્યારે સેકન્ડ ડોઝના કુલ 10,39,148 લોકોન વેક્સિનેશનના ટાર્ગેટ સામે આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં 13,362 હેલ્થ વર્કર્સ, 40,915 ફ્રન્ટ લાઇન વોરિયર્સ, 3,64,578 સિનિયર સિટિઝન તેમજ 18થી 44 વર્ષના 4,96,777 લોકો મળી કુલ 9,15,632 લોકોને એટલે કે 88.11 ટકા લોકોને સેકન્ડ ડોઝ આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરીને પુરજોશમાં કરવામાં આવતાં રાજ્યમાં ભરૂચ જિલ્લાનો વેક્સિનેશનમાં 5મો ક્રમ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...